Home ગુજરાત અલ્પેશ-ધવલ કોંગ્રેસની શાળા છોડી ભાજપની ગુરુકુળમાં પ્રવેશ્યા

અલ્પેશ-ધવલ કોંગ્રેસની શાળા છોડી ભાજપની ગુરુકુળમાં પ્રવેશ્યા

625
0

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૮
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જ્યારથી કોંગ્રેસના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું છે ત્યારથી જ વાતો થવા લાગી હતી કે, તેઓ ભાજપમાં ક્યારે જોડાશે. જોકે,આજે એ વાતનો આજે અંત આવ્યો છે. અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા આજે ગુરુવારે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારાણ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે ક્ષત્રિય સમાજની બેઠક બાદ લેવાયેલા નિર્ણય પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આજે ગુરુવારે ભાજપમાં જોડાવવા માટે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને બાડયના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગાંધીનગર ખાતે આવેલા ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમમાં પહોંચ્યા હતા. બંને નેતાઓના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે કમલમ પહોંચ્યા હતા.
કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ટોચના નેતાઓએ બંને નેતાઓને આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ગળે લાગીને આવકાર્યા હતા. ત્યારબાદ વિધિવત રીતે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. બંને નેતાઓ ભાજપમાં જોડાયાનો જીતુ વાઘાણીએ આનંદ વ્યક્ત કર્યો હતો.
ભાજપનો ખેસ ધારાણ કર્યા બાદ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાર્લામેન્ટરી જે પણ નિર્ણય કરશે એ તમામ નિર્ણયને હું માથે ચડાવીશ.
અલ્પેશ ઠાકોરે આ તકે કોંગ્રેસ પર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાં જુથવાદ ચરમસીમાએ હતો. લોકોનું ભલું કરવામાં કોંગ્રેસમાં હું સક્ષમ નહોતો. કયા કારણોથી આ સ્થિતીનું નિર્માણ થયું છે તેનો જવાબ આપી ચૂક્યો છું. હું નબળા શિક્ષકોની શાળા છોડી ગુરુકુળમાં આવ્યો છું. કાર્યકર્તા તરીકે ભાજપમાં જોડાયો છું.
દારુબંધી વિશે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, દારુબંધીએ સામાજીક જાગૃતિનો પ્રયાસ છે અને દારૂબંધી મામલે સરકાર પ્રયત્નશિલ છે.
મહત્વપૂર્ણ છે કે આ પહેલા અલ્પેશ કહ્યું હતું કે હું રાધનપુરથી જ ચૂંચણી લડીશ અને જીતીને બતાવીશ. તેમણે કહ્યું કે અમારી વિચારધારા ગરીબોને ન્યાય આપવાની વિચારધારા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field