(જી.એન.એસ.-રવીન્દ્ર ભદૌરિયા),તા.૧૭
ગુજરાતની રાજનીતિ એક એવી રાજનીતિ છે જે દરેક રાજનીતિક લોકો ને એક સારી શિખામણ આપી ને જાયે છે. ત્યારે થોડા વર્ષ પહેલાં વ્યસન મુક્તિના નામે રાજનીતિમાં ઝંપલાવી અલ્પેશ ઠાકોરે રાજનીતિની શરૂઆત કરી.પરંતુ આજે અલ્પેશ જેટલી ઝડપે સમાજના સહારે આગળ વધ્યા એટલીજ ઝડપે આજે અલ્પેશ પડતા દેખાઈ રહ્યા છે. સૂત્રોથી માહિતી મળી રહી છે કે અલ્પેશ હવે આમ આદમી પાર્ટીનો છેડો પકડવાની તૈયારીમાં લાગ્યા છે. અલ્પેશ ઠાકોરે સૌપ્રથમ કોંગ્રેસ સાથે બગાવત કરી ભાજપનું દામન થામી ભાજપ સાથે જોડાઈ ગયો.ત્યારે હવે ફરી એક વખત અલ્પેશ બગાવતના મૂડમાં દેખાઈ રહ્યો છે, અલ્પેશ ઠાકોર ભાજપ સાથે પણ બગાવત કરશે..? અલ્પેશ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાશે..?
સમાજની વચ્ચે રહું સમાજ સાથે મોટા બોલ બોલી અલ્પેશ રાજનીતિમાં આવ્યો ત્યારે હવે ફરી આમ આદમી પાર્ટીનું ઝાડુ લઈ ભાજપ અને કોંગ્રેસની ગંદગી દૂર કરશે…!? ઠાકોર સમાજના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે અલ્પેશ એસસી, એસટી અને ઓબીસીની એલઆરડી મહિલાના સમર્થનમાં રેલી કાઢશે જો એની વચ્ચે ભાજપ વિઘ્ન નાખશે તો ભાજપ સાથે બગાવત કરી તે આમ આદમી પાર્ટીનું દામન થામી લેશે…!!
તમામ પ્રમાણે નિષ્ફળ રહી ચૂકેલા ઠાકોર સમાજના નેતા અલ્પેશ હવે સમાજની નજરો માં પડતા દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે વર્ચસ્વ ઓબીસી,એસી,એસટીનો છે. આ સમાજ એક એવો સમાજ છે જે ગુજરાત ને એક નવા મુખ્યમંત્રી આપી શકે પરંતુ અલ્પેશ જેવા નેતાઓના કારણે આજે સમાજના દામન ઉપર દાગ લાગી ગયો છે. સૂત્રો હવે કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર એક વખત જીતી ગયો પણ હવે સમાજ એને પડખે નહિ ઉભું રહે કારણ કે અલ્પેશે સમાજ સાથે દગો કર્યો છે ગુજરાતના તમામ ઠાકોર આજે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી તેની સામે આખો બતાવે તેવા સમાચાર જણાવા મળી રહ્યા છે.
એક વર્ષ પહેલાં અલ્પેશ ઠાકોરે ગુજરાતની શાંતિ ભંગ કરવાનું કાર્ય કર્યું છે જેમાં ગુજરાતમાં વસતા પરપ્રાંતીય લોકો ઉપર હુમલાઓ કરાવી એક મોટી હાનિ ગુજરાતને પોહચડવાનું કાર્ય કર્યું હતું. ત્યારે કેટલાક લોકો ગુજરાત છોડી પોતાના વતન જતા રહતા હતા અને ગુજરાતના ઉદ્યોગ અને કારખાનાઓ બંધ રહ્યા હતા આનાથી ગુજરાતને ઘણું નુકશાન ભોગવું પડ્યું હતું. અલ્પેશ હંમેશા વિવાદમાં સપડાયેલા રહ્યા છે.. ત્યારે હવે જોવાનું રહ્યું કે શું ભાજપ સામે બગાવત કરી ત્રીજી પાર્ટીનું દામન થામશે અલ્પેશ ઠાકોર…!!??
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.