Home દેશ - NATIONAL અલીગઢમાં સબ ઈન્સ્પેક્ટરના ભૂલથી ફરિયાદી મહિલાના કપાળ પર ગોળી વાગી

અલીગઢમાં સબ ઈન્સ્પેક્ટરના ભૂલથી ફરિયાદી મહિલાના કપાળ પર ગોળી વાગી

41
0

ઈન્ચાર્જ ઇન્સ્પેકટર પિસ્તોલમાં ગોળી લોડ કરી રહ્યા હતા, ત્યારે અગમ્ય પિસ્તોલનું ટ્રિગર તેમના હાથથી દબાઈ ગયું ને ગોળી ફરિયાદી મહિલાના કપાળને વિંધી ગઈ…

(જી.એન.એસ),તા.૦૯

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક મહિલા જે ઉમરા યાત્રા માટે પાસપોર્ટ વેરિફિકેશન માટે ઉપરકોટ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેને ગોળી વાગી ગઈ હતી. વાસ્તવમાં, કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભુજપુરા આઉટપોસ્ટ ઈન્ચાર્જ મનોજ કુમાર પોલીસ સ્ટેશનમાં પોતાની પિસ્તોલમાં ગોળી લોડ કરી રહ્યા હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર પિસ્તોલનું ટ્રિગર તેમના હાથથી દબાઈ ગયું હતું. આ ગોળી સીધી મહિલાના કપાળને વિંધી ગઈ હતી.. પોલીસ અને પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક જેએન મેડિકલ કોલેજ લઈ ગયા છે, જ્યાં તેની મહિલાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઘટના ઘટ્યા બાદ ઈન્સ્પેક્ટર મનોજ કુમાર સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. માહિતી મળતાં જ SSP કલાનિધિ નૈથાની પોલીસ બળ સાથે ઉપરકોટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને SSP કલાનિધિ નૈથાનીએ આક્રોશમાં રહેલા મહિલાના પરિવારને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ મહિલાના પરિવારજનો ખૂબ જ બબાલ કરી રહ્યા છે અને ઈન્સ્પેક્ટર મનોજ કુમાર વિરુદ્ધ FIR અને ધરપકડની માગ કરી રહ્યા છે..

સમગ્ર મામલો ઉપરકોટ પોલીસ સ્ટેશનનો છે. શુક્રવારે બપોરે મહિલા ઉમરા યાત્રા માટે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશને આવી હતી. મહિલા સાથે અન્ય એક યુવક પણ હતો. આ દરમિયાન ભુજપુરા આઉટપોસ્ટના ઈન્ચાર્જ મનોજકુમાર પણ પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે સીસીટીએનએસ ઓફિસમાં કોઈ કામ કરી રહ્યો હતો. સામે મહિલા ફરિયાદી અને અન્ય એક યુવક ઉભા હતા. પછી એક કોન્સ્ટેબલ તેની ઓફિશિયલ ગન ઈન્સ્પેક્ટર મનોજ કુમાર પાસે લાવે છે. કોઈ અગમ્ય કારણોસર પિસ્તોલનું ટ્રિગર તેમના હાથથી દબાઈ ગયું હતું.. આ ગોળી સીધી મહિલાના કપાળને વિંધી ગઈ હતી ગોળી કપાળ પર વાગતાની સાથે જ મહિલા જમીન પર ઢળી પડે છે. મહિલાની પાસે ઊભેલો વ્યક્તિ આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. ઉતાવળમાં યુવક અને કેટલાક પોલીસકર્મીઓ મહિલાને સીધી જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ લઈ ગયા છે. આ હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલી રહી છે. જો કે તેની હાલત નાજુક છે. આ દરમિયાન ઈન્સ્પેક્ટર મનોજ કુમાર ઘટના સ્થળ પરથી નાસી છુટ્યો હતો.. ઘટનાની માહિતી મળતાં જ એસએસપી કલાનિધિ નૈથાની પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની જાણકારી મેળવી લીધી છે. SSPએ કહ્યું કે, પરિવારના સભ્યોની ફરિયાદના આધારે ઈન્સ્પેક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં શરૂ કરવામાં આવશે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં ઈન્સ્પેક્ટર મનોજ કુમાર પિસ્તોલ લોડ કરતા જોવા મળે છે. હાલમાં મહિલાને જેએન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર હજુ ચાલી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field