Home મનોરંજન - Entertainment અલવિદા મનોજ કુમાર… તેમના પાર્થિવ દેહને તિરંગાથી લપેટવામાં આવ્યો હતો અને તેમને...

અલવિદા મનોજ કુમાર… તેમના પાર્થિવ દેહને તિરંગાથી લપેટવામાં આવ્યો હતો અને તેમને રાજકીય સન્માન સાથે 21 તોપોની સલામી આપવામાં આવી

49
0

(જી.એન.એસ) તા. 5

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે (ચોથી એપ્રિલ) 87 વર્ષીની વયે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થયું હતું. ત્યારે શનિવારે (પાંચમી એપ્રિલ) તેમના પાર્થિવ દેહને તિરંગાથી લપેટવામાં આવ્યો હતો અને તેમને રાજકીય સન્માન સાથે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. ત્યાર બાદ મુંબઈના પવનહંસ સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરાયા હતા. આ દરમિયાન ફિલ્મ જગતની અનેક હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

મુંબઈના પવહંસ સ્મશાનગૃહમાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. તમને જણાવી દઈએ કે ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું ચોથી એપ્રિલના રોજ સવારે લગભગ 3:30 વાગ્યે નિધન થયું હતું. અમિતાભ બચ્ચન, પ્રેમ ચોપરા અને રાજપાલ યાદવ સહિત ઘણા કલાકારોએ અભિનેતા મનોજ કુમારના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને તેમને અંતિમ વિદાય આપી હતી.

અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન મનોજ કુમારના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે મુંબઈના પવનહંસ સ્મશાનગૃહ પહોંચ્યા હતા.

બૉલીવુડ ના દિગ્ગજ મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાજ સુનો, નીલ કલમ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રુમાલ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને નેધનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.

મનોજ કુમારના અનેક પરિવારજન વિદેશથી તેમને અંતિમ વિદાય આપવા ભારત આવ્યા છે. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે તેમનો પાર્થિવ દેહ સ્મશાન ઘાટ પહોંચ્યો અને 12 વાગ્યાની આસપાસ મનોજ કુમાર પંચમહાભૂતમાં વિલીન થયા. અંતિમ વિદાય આપવા માટે પ્રેમ ચોપડા, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સલીમ ખાન, અરબાઝ ખાન, ચંકી પાંડે, ભાગ્યશ્રી, ધર્મેન્દ્ર પણ પહોંચ્યા હતા. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field