Home ગુજરાત અલકાપુરીમાં 3.80 કિલો ગ્રામ ચરસના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

અલકાપુરીમાં 3.80 કિલો ગ્રામ ચરસના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

34
0

વડોદરા શહેરમાં યુવાધનને ખોખલું કરી રહેલા માદક દ્રવ્યો ચરસ, ગાંજો, એમ.ડી. ડ્રગ્સ સહિતના વેચાણમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વડોદરા શહેર એસઓજી પોલીસે અલકાપુરી વિસ્તારમાં આવેલા અગ્રસેન ભવન ગેસ્ટ હાઉસ પાસેથી બે આરોપીને 4.62 લાખની કિંમતના 3.80 કિલો ગ્રામ હસીસ(ચરસ)ના જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. વડોદરા SOGના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહને બાતમી મળી હતી કે, વડોદરામાં યાકુતપુરામાં રહેતો શાહનબાઝ ઉર્ફે શાનું શેખ નાનો તેની સફેદ કલરની મોપેડ લઈને અલકાપુરી ડી માર્ટની ગલીમાં અગ્રસે ભવન ગેસ્ટ હાઉસ પાસે એક બિહારી માણસ પાસેથી ચરસનો જથ્થો ખરીદી કરવા આવવાનો છે.

જેના આધારે SOGના પી.આઇ. સી.બી. ટંડેલે સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. SOG પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી શાહનવાઝ ઉર્ફ શાનુ સલીમ શેખ (રહે. લાલ અખાડા, સરસીયા તળાવ પાસે, યાકુતપુરા, વડોદરા)ને દબોચી લીધો હતો. તે સાથે પોલીસે ચરસનો જથ્થો આપવા માટે આવેલા અઝીમુદ્દીન અહમદ અન્સારી (રહે. ડુમરા ગામ, તા. નબિગંજ થાણા, બિહાર)ને પણ દબોચી લીધો હતો. પોલીસે તેઓની પાસેથી રૂપિયા 4,62,038ની કિંમતનો 3.80 કિલો ગ્રામ હસીસ (ચરસ)નો જથ્થો કબજે કર્યો હતો.

આ ઉપરાંત વેચાણના રૂપિયા 1,61,160 રોકડ, એક મોબાઇલ ફોન અને મોપેડ મળી કુલ રૂપિયા 7,03,198નો મુદ્દામાલ કબજે કરી કાર્યો હતો. માદક પદાર્થ સાથે પકડાયેલા આરોપીમાં શાહનવાઝ ઉર્ફે શાનું સલીમ શેખ (રહે. લાલ અખાડા નાકે, સરસીયા તળાવ રોડ, યાકુતપુરા વડોદરા), અઝીમુદ્દીન અહમદ અન્સારી (રહે. ડુમરા થાણા બિહાર ) તેમજ વોન્ટેડ જાહેર કરાયેલા પ્રદીપ નામનો ઈસમ (રહે. રખસોલી બિહાર), ઇસ્માઈલ ઉર્ફે અલ્લુ શેખ (રહે. વડોદરા ), સંતોષ (રહે. વડોદરા) સામે ગોત્રી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

SOG પી.આઇ. સી.બી. ટેંડેલે જણાવ્યું હતું કે, ચરસના જથ્થા સાથે ઝડપાયેલા શાહનવાઝ ઉર્ફ શાનુ શેખ છેલ્લા પાંચ-છ માસથી બિહારી અઝમુદ્દીન અંન્સારી પાસેથી ચરસ ખરીદી પડીકીઓ બનાવીને વેચાણ કરતો હતો. શાહનવાઝ ઉર્ફ શાનુ શેખ સામે અગાઉ છાણી, સીટી તેમજ રાવપુરા પોલીસ મથકમાં પણ ફરિયાદો નોંધાયેલી છે. ચરસની ડિલીવરી આપવા માટે આવેલ બિહારી અઝમુદ્દીન અગાઉ ચાર વખત વડોદરા આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં ચરસ વેચવા માટે આવેલો અઝમુદ્દીન અન્સારી તથા વોન્ટેડ ઇસ્માઇ ઉર્ફ અલ્લુ શેખ વર્ષ-2001માં વડોદરાના સિટી પોલીસના હાથે ચરસ સાથે ઝડપાયા હતા અને તે ગુનામાં 10 વર્ષની સજા ભોગ ચૂક્યા છે. અઝમુદ્દીન બિહાર ખાતે રહેતો ન હતો અને અગાઉ પકડાયેલા પ્રદિપ પાસેથી ચરસ ખરીદીને વિવિધ શહેરોમાં તેના એજન્ટો વેચતો હતો. વડોદરામાં અગાઉ ચાર વખત ચરસ વેચવા માટે આવ્યો હતો.

એસઓજીની જેમ સમા પોલીસે પણ બાતમીના આધારે સમા વિસ્તારમાં 36, નહેરૂનગર, સંજયનગરમાં રહેતા ભરત પ્રતાપસિંહ ચૌહાણને રૂપિયા 2160ની કિંમતના 216.28 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ભરત ચૌહાણે છાણી જકાતનાકા પાસે એકતાનગરમાં રહેતા દિપેશ પ્રજાપતિ ઉર્ફ લેફ્ટો પાસેથી ગાંજો ખરીદ્યો હતો અને પડીકીઓ બનાવી વેચાણ કરતો હતો. સમા પોલીસે ભરત ચૌહાણ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field