(જી.એન.એસ),તા.13
મુંબઈ
આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા અર્જુન તેંડુલકરે ધાંસુ પ્રદર્શ કર્યું છે. ગોવા તરફથી રમી તેમણે જે કામ 16 ફર્સ્ટ ક્લાસ મેચમાં નથી કર્યું તે કરીને બતાવ્યું છે. મેગા ઓક્શન પહેલા અર્જુનનું આ પ્રદર્શન તેમને મોટી રકમ અપાવવામાં મદદ કરી શકે છે. અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં ધમાલ મચાવી છે. તેમણે ગોવા માટે રમતા અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના દિકરા અર્જુને આજે 13 નવેમ્બરના રોજ 9 ઓવરમાં 25 રન આપી 5 વિકેટ લીધી છે.
પોતાની 17મી ફર્સ્ટ ક્લાસ મેચ રમી રહેલા અર્જુને પહેલી વખત રણજી ટ્રોફીની મેચમાં કોઈ ઈનિગ્સમાં 5 વિકેટ લીધી છે. તેના આ પ્રદર્શનના કારણે ગોવાએ અરુણાચલ પ્રદેશને માત્ર 84 રનમાં આઉટ કરી હતી. અર્જુને 5માંથી 3 ખેલાડીને સીધા બોલ્ડ કર્યા હતા. કહી શકાય કે, અર્જુન તેંડુલકર પોતાના પ્રદર્શનથી આઈપીએલનું ટીમનું ધ્યાન ખેંચવામાં સફળ રહેશે. આઈપીએલ 2025ના મેગા ઓક્શનનું આયોજન 24 અને 25 નવેમ્બરના રોજ થશે. અર્જુનને મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રિલીઝ કરી દીધો છે. 5 વખત ચેમ્પિયન ટીમની સાથે અર્જુને કુલ 5 મેચ રમી છે. આ દરમિયાન તેમના બેટમાંથી માત્ર 13 રન આવ્યા છે. જ્યારે 3 વિકેટ પોતાને નામ કરી છે.
#Sports
#Cricket
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.