દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 12 સપ્ટેમ્બરે ઘાટલોડિયામાં પોતાના ઘરે જમવા લઇ જનારા અમદાવાદના રિક્ષાવાળા વિક્રમ દંતાણીએ 18મા દિવસે ઘટસ્ફોટ કરતાં કહ્યું કે, તે તો નરેન્દ્ર મોદીનો ફેન છે. નરેન્દ્ર મોદીની જાહેસભાના સ્થળે પહોંચવા માટે તે પોતાની રિક્ષાને બદલે એએમટીએસએ મૂકેલી સ્પેશિયલ ફ્રી બસમાં બેસીને ઘાટલોડિયાના ભાજપના કાર્યકરો સાથે ગયો. પણ હજુ તે ભાજપનો સમર્થક હોય તેવું લાગતું ન હતું.
આથી બસમાં વિક્રમને ભાજપનો ભગવો ખેસ અને ટોપી પહેરાવાયા હતા. ભાજપના કાર્યકરો સતત તેની સાથે રહ્યા હતા અને તેને માર્ગદર્શન આપતા હતા. સભાસ્થળે પહોંચેલા વિક્રમે માધ્યમો સાથે વાત કરતાં કહ્યું કે મને અમારા એસોસિએશનના લોકોએ કેજરીવાલની સભામાં જઇને અમસ્તા જ જમવાનું આમંત્રણ આપવા કહ્યું હતું. મેં તે પ્રમાણે કર્યું, પણ ધાર્યું નહોતું કે કેજરીવાલ આવશે અને તેમણે હા પાડી દીધી.
હું પહેલેથી જ ભાજપને મત આપું છું. કેજરીવાલના ગયા પછી વિક્રમ ત્રીજા દિવસે આવ્યો હતો અને માફી માગીને કહ્યું કે આવું ફરીથી ક્યારેય નહીં થાય. જે રિક્ષા ચાલક આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા તેમને ધાક ધમકી આપીને કે ફોસલાવીને અત્યારે તોડવાની કોશિશ કરી રહ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.