(જી.એન.એસ) તા. 13
બાયડ,
અરવલ્લી જિલ્લા પોલીસની એસઓજી ટીમે અરવલ્લી જિલ્લાના બાયડના રમાસમાંથી એક બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડયો છે અને હવે તપાસમાં મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે જેમાં આ બાંગ્લાદેશી યુવક દ્વારા રમાસની મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે અને દુબઇથી ભારતમાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પુછપરછ કરવા માટે દિલ્હીથી કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ રમાસ આવશે અને વધુ માહિતી એકઠી કરશે. જોકે હાલમાં માહિતી મળી રહી છે કે, રમાસની મુસ્લિમ યુવતી સાથે આ બાંગ્લાદેશી યુવકે લગ્ન કરી લીધા છે, ખાસ વાત છે કે, આ યુવતી બે સંતાનોની માતા છે અને તેના લગ્ન અગાઉ કઠલાલ ખાતે થયા હતા અને બાદમાં છૂટાછેડા થયા અને તે દુબઈ ચાલી ગઇ હતી, જ્યાં તેને આ બાંગ્લાદેશી યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દુબઈમાં તેને આ બાંગ્લાદેશી યુવક સાથે લગ્ન કરી લીધા હતા. બાદમાં યુવતી અને યુવક બન્ને રમાસ આવ્યા હતા. મહત્વનું છે કે આ યુવક પાસે ભારતના વિઝા નથી તો ભારતમાં કયા રૂટથી ઘૂસ્યો તે તપાસનો વિષય છે અને કેટલા સમયથી યુવક રમાસ ખાતે રહેતો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે.
પોલીસ દ્વારા બાંગ્લાદેશી યુવકનાં મોબાઈલની તપાસ હાથ કરતા તેને ફેસબુક એકાઉન્ટમાં તેનું નામ એમડી બુશિરખાન હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ યુવક દ્વારા સોશિયલ મીડિયામાં અનેક વાંધાજનક પોસ્ટ તેમજ લખાણ બહાર આવી ગયા હતા. તેમજ ફેસબુકમાં તે પોતે હાલ યુનાઈટેડ આરબ અમીરાતમાં રહેતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યુ હતુ. આ સમગ્ર મામલે મળતી પ્રાથમિક માહિતી મુજબ બાંગ્લાદેશી યુવક છેલ્લા એક અઠવાડિયાથી બાયડનાં રમાસ ગામે રહેતો હતો. યુવકની શંકાસ્પદ પ્રવૃતિઓને લઈ ગામનાં કેટલાક યુવાનોને શંકા જવા પામી હતી. જે બાદ ગામનાં યુવકો દ્વારા બાંગ્લાદેશી યુવકને પૂછપરછ માટે બોલાવતા યુવક ડરનાં માર્યો બાઈક પર ફરાર થઈ ગયો હતો. જે બાદ ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા અરવલ્લી એસઓજી પોલીસે શંકાઓનાં આધારે યુવકને ઝડપી પાડ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.