Home ગુજરાત ઉત્તર ગુજરાત અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોના રોકાણની જમીન મળી આ

અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોના રોકાણની જમીન મળી આ

9
0

(જી.એન.એસ) તા.૩    

અરવલ્લી,

અરવલ્લીમાં ભુપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોની જમીન મળી આવી છે. મોડાસાના સજાપુર ગામના સીમાડામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ બે હેક્ટર જમીન ખરીદી હતી. 2023ના વર્ષમાં ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આ જમીનનો દસ્તાવેજ થયોછે. આ દસ વીઘા જમીન કરોડો રૂપિયામાં રાખવામાં આવી હતી. અરવલ્લીમાં ભુપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોની જમીન મળી આવી છે. મોડાસાના સજાપુર ગામના સીમાડામાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ બે હેક્ટર જમીન ખરીદી હતી. 2023ના વર્ષમાં ભુપેન્દ્રસિંહ ઝાલાના નામે આ જમીનનો દસ્તાવેજ થયોછે. આ દસ વીઘા જમીન કરોડો રૂપિયામાં રાખવામાં આવી હતી. તલાટીના જણાવ્યા મુજબ ખાતા નંબર 378માં સર્વે નંબર 1,82,183માં જમીન રાખવામાં આવી છે. રોકાણકારોના રૂપિયાનું સતત છેલ્લા એક વર્ષથી આ રીતે રોકાણ કરવામાં આવ્યા છે. બીઝેડ ગ્રુપના છ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આ રીતે જુદી-જુદી મિલકતોમાં કરવામાં આવ્યું છે. બીજી બાજુએ કૌભાંડનો પર્દાફાશ થતાં સીઇઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યોમાં કુલ સાત સ્થળોએ દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજો અને પુરાવા એકત્ર કર્યા બાદ સીઆઈડી ક્રાઈમે આરોપી અને ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાને વિદેશ ભાગી ન જાય તે માટે વિધિવત ફરિયાદ દાખલ કરી છે. આ માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. હાલમાં હજારો રોકાણકારો અને એજન્ટો છેતરપિંડીનો ભોગ બન્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને દુઃસ્વપ્નમાં મૂકીને ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુમ થયા છે. CIDએ 2021 થી ઓફિસો ખોલીને અને રોકાણ મેળવવા માટે સામાન્ય રોકાણો કરતાં વધુ વળતર અને ત્રણ વર્ષમાં બમણું વળતર ઓફર કરીને રૂ. 6000 કરોડના કૌભાંડનો પર્દાફાશ સીઆઇડી ક્રાઇમે કર્યો છે. સીઆઈડી એ સુનિશ્ચિત કરશે કે ઉત્તર-મધ્ય ગુજરાતમાં બી-ઝેડ ગ્રુપમાં મળેલું રોકાણ વિદેશમાં ન જાય. ગુનો ક્યાં ગયો? LOC દ્વારા થોડા દિવસો પહેલા મળેલી અરજીના આધારે સીઆઈડી ક્રાઈમે સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બીઝેડ ગ્રૂપ હેઠળ જુદી જુદી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ ઓફર કરીને કરોડો રૂપિયાના કૌભાંડની એક મહિના સુધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભુપેન્દ્રસિંહ ઝાલાએ બીઝેડ ફાયનાન્સિયલ કંપનીમાં ત્રણ વર્ષ માટે બમણા નાણાંનું રોકાણ કરવા અને સામાન્ય રોકાણ કરતાં વધુ વ્યાજ આપવાની ઓફર કરી હતી. તેણે એજન્ટોની મદદથી રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને માલપુર તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી પૈસા ભેગા કર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસાણાના વિસનગરના ગામમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું
Next articleવડોદરામાં યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું