એક યુવકને અન્ય બે થી ત્રણ યુવકોએ ભેગા મળીને માર માર્યો
પોલીસ પણ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી
(જી.એન.એસ),તા.૧૨
અરવલ્લી અરવલ્લી જિલ્લામાં વધુ એક અસામાજીક તત્વોની ઘટના સર્જાઈ છે. એક યુવકને અન્ય બે થી ત્રણ યુવકોએ ભેગા મળીને માર માર્યો હતો. ઘટના કેમ અને શાના કારણે સર્જાઈ એ તો સ્પષ્ટ થયુ નહોતુ. પરંતુ નશાની હાલતમાં એમ જોવા મળતા આ અસામાજીક તત્વોએ ભેગા મળીને હોબાળો મચાવી મુક્યો હતો. આસપાસના લોકોએ તો મામલો તહેવારોમાં શાંત પડે એ માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ ચોકી સામે ઘટના હોવા છતાં પોલીસ પણ મૂક બનીને તમાશો જોઈ રહી હતી.
જોકે બાદમાં એક આરોપીને પોલીસનો એક કર્મી લઈ ગયા બાદ તુરત છોડી મૂકતા હોબાળો વધુ વકર્યો હતો. પોલીસની નિષ્ક્રિયતાને લઈ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો અને ટોળા એકઠા થયા હતા. લોકોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. અગાઉ પણ પોલીસ ચોકી સામે આવા હોબાળા થવાને લઈ રોષ સર્જાયો છે. એકાદ સપ્તાહ અગાઉ જ રસ્તા પર શખ્શ પર હુમલો કરવાની ઘટના સર્જાતા તેને સારવાર માટે ખસેડવો પડ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.