Home દેશ - NATIONAL અરવલ્લીમાં દિવાળીના દિવસે ટીંટોઈ અને ધનસુરામાં આગની ઘટના, ફાયર ટીમે મેળવ્યો કાબૂ

અરવલ્લીમાં દિવાળીના દિવસે ટીંટોઈ અને ધનસુરામાં આગની ઘટના, ફાયર ટીમે મેળવ્યો કાબૂ

29
0

દિવાળીના તહેવારો દરમિયાન આગ લાગવાની ઘટના પાછળ ફટાકડાનુ કારણ હોઈ શકે

(જી.એન.એસ),તા.૧૩

અરવલ્લી જિલ્લામાં દિવાળીના તહેવારોમાં બે સ્થળો પર આગની ઘટના સામે આવી હતી. દિવાળીના ફટાકડા અને આતશબાજી વચ્ચે બે સ્થળે આગ લાગી હોવાનુ મોડાસા ફાયર બ્રિગેડને કોલ મળ્યા હતા. એક ઘટના ટીંટોઈ બસ સ્ટેશન પાસે નોંધાઈ હતી. જ્યાં એક દુકાનમાં આગ લાગી હતી. ટાયર અને પંકચરની દુકાનમાં આગ લાગતા નુક્સાન સર્જાયુ હતુ.

જ્યારે બીજી ઘટના ધનસુરા તાલુકાના રમોસ ગામે નોંધાઈ હતી. રમોસમાં ખેતરમાં રહેલા ઘાસના સૂકા પરાળમાં આગ લાગી હતી. પશુઓ માટે રાખેલ પરાળનો મોટો જથ્થો આગમાં લપેટાઈ ગયો હતો. બંને ઘટનાઓ પાછળ દિવાળીમાં ફટાકડાના તણખાં હોવાનુ પ્રાથમિક રીતે માનવામાં આવે છે. બંને ઘટનામાં ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવી વધુ નુક્સાન થતુ અટકાવ્યુ હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field