Home ગુજરાત ઉત્તર ગુજરાત અરજદારને વીમા કંપનીએ ૧.૩૦ લાખ ૮ ટકા વ્યાજે ચુકવવા આદેશ કર્યો

અરજદારને વીમા કંપનીએ ૧.૩૦ લાખ ૮ ટકા વ્યાજે ચુકવવા આદેશ કર્યો

59
0

વિમા કંપનીએ કોરોનાગ્રસ્ત દર્દીની ક્લેઇમની રકમમાં કરેલી કપાતના કિસ્સામાં કન્ઝ્‌યુમર કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને વિમા કંપનીને દર્દીને થયેલા ખર્ચની રકમ ચુકવવા માટે આદેશ કર્યો હતો . કલોલના એક દર્દીને કોરોના થતા તેણે અમદાવાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી હતી, જેનું ૨.૩૦ લાખનું બીલ આવ્યુ હતું. દર્દી પાસે વિમા પોલીસી હતી. તેણે વિમા માટે ક્લેઇમ કર્યો હતો. વીમા કંપનીએ એએમસી નો પરિપત્ર આગળ ધરીને બિલની રકમ કાપીને ૧.૩૦ લાખ ચૂકવ્યા હતા. આથી બાકીની રકમ રકમ માટે અરજદારે ગાંધીનગર કન્ઝ્‌યુમર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કલોલના મિલનભાઈ શાહે ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ, હેપ્પી ઈન્સ્યોરન્સ અને એસજીવીપી હોસ્પિટલ સામે કેસ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૩ થી ફેમિલી ફ્લોટરની પાંચ લાખની વીમા પોલીસી ધરાવે છે. જેનું પ્રિમિયમ પણ સમયસર ભરતા હતા. બાદમાં વર્ષ ૨૦૨૦ માં તેઓ કોરોનાની બીમારીનો ભોગ બન્યા હતા. જેથી અમદાવાદની એસજીવીપી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં હોસ્પિટલ દ્વારા સારવાર ખર્ચનું બિલ ૨.૩૦ લાખનું ફટકારવામાં આવ્યું હતું. જેનાં પગલે મિલનભાઈએ વીમા કંપનીમાં કલેઇમ કરવામાં આવ્યો હતો. જે અન્વયે કંપનીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ખાનગી હોસ્પિટલમાં સારવારના ભાવ દર્શાવતો પરિપત્ર આગળ ધરીને કલેઇમની રકમમાંથી કપાત કરીને ૧ લાખ ચુકવી આપ્યા હતા. વીમા કંપનીએ રજૂઆત કરી હતી કે, કેન્દ્ર, રાજય કે અમદાવાદ કોર્પોરેશન જેવી સત્તા મંડળનાં પરિપત્રનું પાલન કરવા બંધાયેલી છે, એસજીવીપી હોસ્પિટલ દ્વારા નિર્ધારિત રકમ કરતાં વધુ રકમ લેવામાં આવી છે. આથી અરજદારનો દાવો કાઢી નાખવામાં આવે. સામાપક્ષે અરજદારના વકીલે એવી રજુઆત કરી હતી કે વીમા કંપની અરજદારને વિમાની રકમ ચુકવવા માટે બંધાયેલી છે. અરજદાર અને ઇન્સ્યુરન્સ કંપની વચ્ચે કરાર થયેલો છે. તે સમયે કોર્પોરેશન તંત્ર ચિત્રમાં ન હતું. ઇન્સ્યોરન્સ કંપનીએ આ પરિપત્રની આડમાં ઇરાદાપૂર્વક વળતર આપવાનો ઇન્કાર કર્યો છે. પરિપત્રના આધારે જ પુરેપૂરા ક્લેઈમને નકારવામાં આવ્યો છે . આથી પૂરેપૂરી ચૂકવવામાં આવે. આ મુદ્દે કોર્ટે નોંધ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિપત્ર સાથે માત્ર માત્ર હોસ્પિટલ બંધાયેલી હતી. આ પરિપત્ર માત્ર હોસ્પિટલને જ લાગુ પડે છે. વીમા કંપની કે દર્દીને લાગુ પડતો નથી. વધુમાં કન્ઝયુમર કોર્ટે કોરોના સમયમાં આખા દેશના ડોક્ટરોએ થાક્યા વગર અને અવરિતપણે સ્પીરીટ સાથે પેશન્ટોની સેવા કરી છે તેવા ડોક્ટરોને સેલ્યુટ કરી બિરદાવ્યા હતા. અને વીમા કંપનીને અરજદારને ૧.૩૦ લાખ આઠ ટકા વ્યાજે ચૂકવવા આદેશ કરીને મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો.કોરોનાકાળનો ભોગ બનેલા જે અરજદારોને કલેઇમ વીમા કંપનીઓ ધ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પરિપત્ર આગળ ધરીને ક્લેમ નામંજૂર અથવા તો વિમાની રકમમાં કપાત કરેલ તે અંગેનો મહત્વનો મુદ્દો આવરી લઈ ગાંધીનગરની કન્ઝ્‌યુમર કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવતા હજારો લાખો અરજદારોને રાહત થવાની છે. કન્ઝ્‌યુમર કોર્ટના પ્રેસિડેન્ટ ડી ટી સોનીએ એએમસી સર્ક્‌યુલર અરજદારને કે વીમા કંપનીને લાગુ પડતો નથી તેમ જ બંધન કરતા નથી એવું ઠરાવી મહત્વનો ખૂબ વિસ્તારપૂર્વક ૧૮ પાનાનો ચુકાદો આપવામાં આવ્યો છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતના વતની શહીદના પરિવારને ૧ કરોડની સહાયની સરકારની જાહેરાત
Next article૧૪મીએ ગૃહમંત્રી અમિત શાહ સુરત આવશે