Home રમત-ગમત Sports અમ્પાયરે વાઈડ ન આપીને વિરાટને સદી કરવામાં ICCનો નિયમ લાગુ પડ્યો હતો..

અમ્પાયરે વાઈડ ન આપીને વિરાટને સદી કરવામાં ICCનો નિયમ લાગુ પડ્યો હતો..

56
0

(GNS),20

વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતને જીતવા માટે 2 રનની જરૂર હતી અને વિરાટ કોહલીને તેની સદી માટે 3 રનની જરૂર હતી. બાંગ્લાદેશના લેફ્ટ આર્મ સ્પિનર ​​નસુમ અહેમદે બોલ ફેંક્યો, જે લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો. કોહલીએ વિચાર્યું કે અમ્પાયર બોલને વાઈડ જાહેર કરશે પરંતુ મેદાન પરના અમ્પાયર રિચર્ડ કેટેલબ્રોએ બોલને વાઈડ જાહેર કર્યો ન હતો. અમ્પાયરના નિર્ણયને કારણે કોહલીને તેની 48મી સદી પૂરી કરવાની તક મળી અને તેણે બે બોલ બાદ સિક્સર ફટકારીને સદી પૂરી કરી અને ભારતને જીત અપાવી. હવે જે થયું તેના કારણે ક્રિકેટ રસિયાઓના મનમાં અનેક સવાલો ચાલી રહ્યા છે, ઘણાં એવી પણ ચર્ચાઓ પર ઉતરી આવ્યા છે કે અમ્પાયરે વિરાટની સદી પૂરી થાય અને તેને મદદ કરવા માટે બોલ વાઈડ નહોતો આપ્યો.પરંતુ આ પ્રકારની ચર્ચાઓને માની લેવા કે તેમાં ભાગ લેતા પહેલા તમારે ICCનો નિયમ અને અમ્પાયરે કેમ બોલ લેગમાંથી ગયો છતાં વાઈડ ન આપ્યો તે જાણી લેવું જોઈએ. અહીં તમને તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે..

અમ્પાયર કેટલબ્રોની ટીકા કરવામાં આવી રહી છે કે તેમણે લેગ સ્ટમ્પની બહાર બોલને વાઈડ ન આપ્યો જેથી કોહલી તેની સદી પૂરી કરી શકે. આખરે કોણ સાચું છે? શું અમ્પાયરે કોહલીને મદદ કરી હતી કે પછી આઈસીસીના નિયમો હેઠળ નસુમના બોલને વાઈડ ન કહેવાનો તેમનો નિર્ણય હતો? ચાલો આપને જણાવી દીઈએ કે કેમ આવો નિર્ણય લેવામાં આવ્યો. સૌથી પહેલા અમે તમને જણાવીએ કે મેરીલેબોન ક્રિકેટ ક્લબનો નિયમ શું છે, જે ક્રિકેટના નિયમો બનાવે છે. અમ્પાયર કયા બોલને વાઈડ જાહેર કરી શકે છે? MCC ના આર્ટિકલ 22.1.1 અનુસાર, ‘જે ક્રિકેટમાં વાઈડ બોલ સાથે કામ કરે છે, એક બોલને સ્ટ્રાઈકરથી દૂર માનવામાં આવે છે સિવાય કે તે સામાન્ય ક્રિકેટ શોટ રમવા માટે તેની પહોંચથી દૂર હોય’..

નોંધનીય છે કે ગયા વર્ષે ICCએ ક્રિકેટના ટૂંકા ફોર્મેટને ધ્યાનમાં રાખીને વાઈડના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા હતા. વાસ્તવમાં, ઝડપી ક્રિકેટમાં, બેટ્સમેન શોટ બનાવવા માટે તેને બોલ ફેંકાય તે પહેલા ઘણી વખત આમથી તેમ ખસે છે, આવી સ્થિતિમાં, અગાઉ ઘણી વખત અમ્પાયર આવા બોલને વાઈડ જાહેર કરતા હતા. આવામાં બોલર પણ બેટ્સમેનની પોઝિશનને જોઈને બોલ ફેંકતા હતા અને બોલ બહાર જાય તો વાઈડ આપવામાં આવતો હતો. આ બાબતોને ધ્યાનમાં રાખીને વાઈડ માટે બનાવવામાં આવેલા નિયમ 22.1માં સુધારો કરવામાં આવ્યો હતો. આમાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે બોલને વાઈડ જાહેર કરતા પહેલા ફિલ્ડ અમ્પાયર બેટ્સમેનની શોટ મારવાની પોઝિશનને પણ ધ્યાનમાં રાખે. માત્ર વિકેટથી બોલના અંતરને ધ્યાનમાં લઈને બોલને વાઈડ જાહેર કરવામાં આવે નહીં..

વાઈડ ન આપવાનો અમ્પાયરનો નિર્ણય કેમ સાચો છે?.. ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર વિનાયક કુલકર્ણીએ કહ્યું, ‘ODI ક્રિકેટમાં સામાન્ય સંજોગોમાં બોલ ત્યારે વાઈડ નથી હોતો જ્યારે લેગ સ્ટમ્પની બહાર ટપ્પો હોય છે અને બોલ બહારની તરફ જઈ રહ્યો હોય, પરંતુ આ સાથે એક શરત પણ હોય છે, જો સ્ટ્રાઈકર પોતાની જગ્યા પરથી હલે નહીં અને આ દરમિયાન બોલ લેગ સ્ટમ્પની બહાર જાય તો પણ વાઈડ આપવામાં આવતો નથી. સરળ ભાષામાં કહીએ તો બેટ્સમેન પોતાની જગ્યા પરથી ખસે નહીં અને શોર્ટ રમવાની કોશિશ કરે છે તો પછી લેગ સ્ટમ્પની બહાર જતા બોલને પણ વાઈડ આપવામાં આવતો નથી.’ તેમણે વધુમાં કહ્યું કે, બાંગ્લાદેશ સામેની મેચમાં જ્યારે નસુમ અહેમદે બોલ ફેંકતા પહેલા રનઅપ લીધો ત્યારે વિરાટ કોહલી ઓફ સાઈડ તરફ ગયો હતો. અમ્પાયરના દૃષ્ટિકોણથી, જો કોહલી બોલ રમવા માટે તેની જગ્યાએથી ખસી ગયો ન હોત તો બોલ તેના પેડ સાથે અથડાયો હોત, તેથી ફિલ્ડ અમ્પાયર રિચર્ડ કેટલબ્રો દ્વારા વાઈડ ન આપવાનો નિર્ણય સાચો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field