(જી.એન.એસ),તા.૧૬
તાઈપે
તાઇવાનની પાસેના વિસ્તારમાં ચીની યુદ્ધાભ્યાસ વચ્ચે અમેરિકી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ તાઇવાનપહોંચી ગયું છે. તાઇવાનના વિદેશ મંત્રાલય અનુસાર અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળની આ યાત્રા અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઇવે યાત્રાના માત્ર બે સપ્તાહની અંદર થઈ છે. યુએસ સાંસદોના તાઇવાન પહોંચવા પર ત્યાંના નેતા યુઈએ તેમનું સ્વાગત કરીને કહ્યુ કે, અમે અમારા જૂના મિત્ર અને અતૂટ સમર્થન માટે સમાન વિચારધારાવાળા સાંસદોનો આભાર માનીએ છીએ. અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીની તાઇપે યાત્રા બાદ ચીન અને અમેરિકાના સંબંધો નાજુક સ્થિતિમાં પહોંચી ગયા છે. નેન્સી પેલોસીની યાત્રાને ચીનની સરકારે ઉશ્કેરીજનક પગલું ગણાવતા તેની સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ચીની વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તાઇવાનમાં અમેરિકી સ્પીકરની યાત્રા એક ઉશ્કેરણીજનક પગલું છે, જે આ વિસ્તારની શાંતિ વ્યવસ્થાને પ્રભાવિત કરશે. આ સિવાય ચીને યુએપને ચેતવણી પણ આપી હતી કે તાઇવાનના મામલામાં ઉઠાલવામાં આવેલું કોઈપણ પગલું આગ સાથે રમવા જેવું છે, જે કોઈ આગ સાથે રમશે તે સળગી જશે. ચીનની આ ધમકીઓને નજરઅંદાજ કરતા નેન્સી પેલોસીએ તાઇવાનની યાત્રા કરી હતી. આજે પ્રાપ્ત વિગત અનુસાર યુએસ કોંગ્રેસના સાંસદોના એક પ્રતિનિધિમંડળ તાઇવાન પહોંચ્યું છે. આ સાંસદો વિશેષ વિમાનથી તાઇવે પહોંચ્યા હતા. અમેરિકાના ૫ સાંસદોનું એક ડેલિગેશન તાઇવાન પહોંચ્યું છે. જેનું નેતૃત્વ મૈસાચુસેટ્સના ડેમોક્રેટિક સાંસદ એડ માર્કે કરી રહ્યા છે. ડેલિગેશનના અન્ય સભ્યોમાં ઔમુઆ અમાતા કોલમૈન રોડેવેગન, જાેન ગારમેન્ડી, એલન લોવેંથલ અને ડોન બેયર સામેલ છે. અમેરિકી સરકારનું વિમાન આશરે સાંજે ૭ કલાકે ડેલિગેશનના સભ્યોને લઈને તાઇવાનની રાજધાની તાઇમાં સોંગશાન એરપોર્ટ પર ઉતર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.