(જી.એન.એસ) તા. 20
દક્ષિણ ચીન સાગરમાં આક્રમક નીતિઓનો સામનો કરી રહેલું ફિલિપાઇન્સ હવે નવી આંતરરાષ્ટ્રીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જ્યારે ચીન ની તકલીફોમાં વધારો થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને ફિલિપાઇન્સે હવે ભારતને પણ સાથે આવવા અપીલ કરી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે રચાયેલા ઉભરતા સંરક્ષણ ગઠબંધન ‘સ્કવૉડ’માં સામેલ થવા ભારતને અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને ફિલિપાઇન્સ વચ્ચે તણાવ ટોચ પર છે.
‘સ્કવૉડ’ એક અનૌપચારિક સંરક્ષણ ગઠબંધન છે, જેમાં ચાર દેશો લશ્કરી સહયોગ, ગુપ્ત માહિતીની વહેંચણી અને સંયુક્ત કવાયત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગયા વર્ષથી, આ દેશોના સંરક્ષણ દળોએ દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં સંયુક્ત દરિયાઈ પ્રવૃત્તિઓ શરુ કરી છે. હવે આ સંગઠનમાં ભારતને સામેલ કરવા માટે ઔપચારિક પ્રસ્તાવ મૂકવામાં આવશે.
આ બાબતે ફિલિપાઇન્સના સશસ્ત્ર દળોના ચીફ ઑફ સ્ટાફ જનરલએ જણાવ્યું હતું કે, ‘અમે જાપાન અને અમારા સહયોગી દેશો સાથે મળીને સ્કવૉડનું વિસ્તરણ કરવા ઇચ્છીએ છીએ, જેમાં ભારત અને સંભવતઃ દક્ષિણ કોરિયાને સામેલ કરવામાં આવે. ભારત અને અમારા સામાન્ય દુશ્મનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
થોડા સમય અગાઉ નવી દિલ્હીમાં રાયસિના ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ટોચના સૈન્ય અધિકારીઓએ ફિલિપાઇન્સ સાથે મળીને ઇન્ડો-પેસિફિકમાં દરિયાઈ સુરક્ષા સંબંધિત પડકારો અંગે ચર્ચા કરી હતી.
ફિલિપાઇન્સના આર્મી ચીફે કહ્યું કે, ‘ચીને દક્ષિણ ચીન સાગરમાં ત્રણ કૃત્રિમ ટાપુ બનાવ્યા છે, જેના કારણે તે આ સમગ્ર વિસ્તાર પર નિયંત્રણ મેળવી રહ્યું છે. અમને આશંકા છે કે આવનારા સમયમાં ચીન આ સમગ્ર વિસ્તાર પર કબજો કરી શકે છે.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.