(જી.એન.એસ) તા. 15
ન્યુયોર્ક,
યુરોપ અને યુએસના યુવાઓને વળગી ‘લાફિંગ ગેસ’ નાઇટ્રસ ઓકસાઇડ સુંઘવાની લત, કેટલાક લોકો ગુબ્બારામાં તો કેટલાક કેનમાં ભરીને ગેસ ખરીદે છે અને મોજમસ્તી માટે લાફિંગ ગેસનો ઉપયોગ કરવાનું યુવાઓને ચાનક ચડે છે.
અમુક વાર યુવાઓ આ ગેસને પાર્ટીઓમાં નશીલી દવા તરીકે લે છે. કેટલાક યુવાઓ ૧૫ થી ૧૭ વર્ષની નાની ઉંમરે જ નાઇટ્રસ ઓકસાઇડનો ઉપયોગ કરવાનું શીખી લે છે. કેટલાક લોકો ગુબ્બારામાં તો કેટલાક કેનમાં ભરીને ગેસ ખરીદે છે. યુરોપમાં કેટલાક સુપર માર્કેટમાં લાફિંગ ગેસ કાયદેસર રીતે સરળતાથી મળી રહે છે. કેટલીક ગ્રોસરીની દુકાનવાળા પણ લાફિંગ ગેસ રાખે છે. કોઇ ડિલરનો સંપર્ક કરવાથી પણ નાઇટ્રસ ઓકસાઇડ આપી દે છે.
તો ઘણી વાર યુવાઓ પાર્ટીનું આયોજન કરતા પહેલા હાસ્ય અને ખુશીનો માહોલ ઉભો થાય તે માટે નાઇટ્રસ ઓકસાઇડ લઇને આવવાનો નિયમ બનાવે છે. જો સરળતાથી મળી રહેતો હોયતો તે નુકસાન નહી કરતો હોય એવું માનવા યુવાનો પ્રેરાય છે. કેટલાક વર્ષો પહેલા બ્રિટિશના એક જર્નલ દ્વારા રિપોર્ટ પ્રકાશિત થયો હતો. બ્રિટનમાં જે કિશોરોએ આ લાફિંગ ગેસ વિશે સાંભળ્યું હતું તેમાંથી ૯૨ ટકાને ગેસથી થતા નુકસાન અંગે કોઇ જ જાણકારી ન હતી. હવે યુરોપના કેટલાક દેશોની સરકાર નાઇટ્રસ ઓકસાઇડના વેચાણ પર નિયંત્રણ મુકવાનો વિચાર કરી રહી છે.
બ્રિટનમાં વર્ષ ૨૦૨૩માં નાઇટ્રસ ઓકસાઇડ પર પ્રતિબંધ મુકવાનો કાયદો પસાર થયો હતો. નેધરલેન્ડ દ્વારા નાઇટ્રસ ઓકસાઇડની ડ્રગ્સ સાથે સરખામણી કરી છે. મે ૨૦૨૪માં અમેરિકાના લુસિઆના રાજય દ્વારા ગ્રોસરી સ્ટોલ પર નાઇટ્રસ ઓકસાઇડ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જર્મની પર હાસ્ય વાયુ પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહયું છે. નાઇટ્રસ ઓકસાઇડ એક એવો વાયુ છે જેના સેવનથી થોડાક સમય પુરતું સારું મહેસુસ થાય છે જેને હેડ રશ કહેવામાં આવે છે. કયારેક આ વાયુની અસરથી માથું હળવુંફૂલ અને ચક્કર જવું લાગવા માંડે છે ભ્રમિત પણ થઇ જવાય છે.
નાઇટ્રસ ઓકસાઇડની આ ખાસિયતના લીધે મોજમસ્તી માટે ઉપયોગ કરવાનું યુવાઓને ચાનક ચડે છે. આ વાયુનો નશો ૩૦ સેકન્ડથી માંડીને ૧ મિનિટ સુધી જ રહે છે માટે સમય પણ બગડતો નથી. એક વાર નહી વારંવાર સરળતાથી સુંઘી શકાય છે. નાઇટ્રસ ઓકસાઇડનો મેડિકલ ઉપયોગ ઉપરાંત વ્હિપ્ડ ક્રીમ તૈયાર કરવા માટે પણ ઉપયોગ થાય છે. આથી જ તો યુરોપમાં આસપાસની દુકાનોમાં ખાસ તો કિયોસ્ક સોપ પર પણ મળી રહે છે. અમેરિકામાં તો વેપ વેચતી દુકાનોમાં જ મળે છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ૨૦૧૭થી નાઇટ્રસ ઓકસાઇડ વેચનારી દુકાનાનો સંખ્યામાં વધારો થયો છે.
લંડનની કવીન મેરી યુનિવર્સિટીના સ્ટુડન્ટસ દ્વારા નાઇટ્રસ ઓકસાઇડની લત વિરુધ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. બ્રિટિશ સરકારે નાઇટ્રસ ઓકસાઇડ પર એક અહેવાલ પ્રકાશિત કરેલો જેમાં જણાવાયું હતું કે હાસ્યવાયુના ઉપયોગથી હાથ અને પગમાં ઝણઝણાટી, અંગ ઠોઠ થઇ જવું, માંસપેશીઓ શિથિલ અથવા તો જકડાઇ જવી, પેશાબ અથવા તૌ શૌચક્રિયામાં પરેશાની સર્જાઇ શકે છે. ચહેરાની માંસપેશીઓ પર તણાવ આવવાથી માણસ હસવા લાગે છે, પણ મહત્વનું ચે કે આ નુકસાનકારક છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.