ફ્લોરિડાના જેક્સનવિલેમાં અને બોસ્ટન થયેલા ગોળીબારોથી અમેરિકા હચમચી ગયું
(GNS),27
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફ્લોરિડાના જેક્સનવિલેમાં ફાયરિંગની આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે વંશીય રીતે પ્રેરિત હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો છે. જો કે જવાબી કાર્યવાહીમાં તે પણ માર્યો ગયો છે. બીજી તરફ બોસ્ટનમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી પરંતુ સાત લોકો ઘાયલ થયા છે. પહેલી ઘટના ફ્લોરિડાના જેક્સનવિલેમાં બનેલી આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટના જેક્સનવિલેના ડોલર જનરલ સ્ટોર પાસે બની હતી. જેક્સનવિલે શેરિફ ટીકે વોટર્સે મીડિયાને જણાવ્યું હતું કે ગોળીબાર વંશીય રીતે પ્રેરિત હતો અને હુમલાખોર અશ્વેત લોકોને નફરત કરતો હતો. તેણે કહ્યું કે ગોરા હુમલાખોરે હુમલા બાદ પોતાને ગોળી મારી દીધી હતી. જેક્સનવિલેના મેયર ડોના ડીગને જણાવ્યું હતું કે ગોળીબાર બાદ શંકાસ્પદ વ્યક્તિને સ્ટોરમાં રોકવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે જેક્સનવિલે જ્યોર્જિયા બોર્ડરથી લગભગ 35 માઈલ દક્ષિણમાં ઉત્તરપૂર્વ ફ્લોરિડામાં સ્થિત છે. ડૉલર જનરલ સ્ટોરની નજીકના વિસ્તારમાં ઘણા ચર્ચ અને એપાર્ટમેન્ટ છે.
બીજી તરફ બોસ્ટનમાં ફાયરિંગની ઘટનામાં સાત લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસે જણાવ્યું કે તમામ ઘાયલોને ત્યાંની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ કેસમાં બેની ધરપકડ કરવામાં આવી છે અને હુમલાખોરો પાસેથી અનેક હથિયારો મળી આવ્યા છે. આ મહિનાના શરૂઆતમાં પણ શિકાગોમાં ફાયરિંગ થયું હતું જે જણાવીએ, અમેરિકાના શિકાગોમાં સોમવારનો દિવસ કાળો બની રહ્યો હતો. અમેરિકામાં વધી રહેલા ગન કલ્ચરને કારણે અહીં છાશવારે ગોળીબારના બનાવો બનતા રહે છે. ત્યારે ફરી અમેરિકામાં શિકાગોમાં ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓએ પોલીસને દોડતી કરી દીધી છે. સાઉથ સાઇડ સીડીએ સ્ટેશન નજીક શેરી ક્રોસ કરતી એક 78 વર્ષીય વ્યક્તિને ગોળી વાગી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગોળીબાર સ્ટ્રીટ સીટીએ રેડ લાઇન સ્ટેશન નજીક સાઉથ લાફાયેટ એવન્યુના 6900 બ્લોકમાં સાંજે 5:30 વાગ્યે થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે બંને વાહનો 69મી સ્ટ્રીટ પર પૂર્વ તરફ જઈ રહ્યા હતા ત્યારે કાળી જીપની અંદરથી કોઈએ ગ્રીન કેમરો પર ગોળીબાર કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.