Home ગુજરાત અમેરિકામાં કોમ્પ્યુટર પ્રોગ્રામર્સને નહીં મળે H-1B વિઝા, નિયમો કડક કર્યા

અમેરિકામાં કોમ્પ્યુટર પ્રોગ્રામર્સને નહીં મળે H-1B વિઝા, નિયમો કડક કર્યા

351
0

(જી.એન.એસ), તા.૪
વોશિંગ્ટનઃડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને સ્પષ્ટ કહ્યું કે H-1B વિઝા ફ્રોડ અને ખોટા ઉપયોગ સામે પહોંચી વળવા માટે નક્કર પગલા ભરવામાં આવશે. થોડા સમય પહેલા જાહેર કરેલી પોલીસી મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું કે કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ H-1B વિઝા માટે અયોગ્ય ગણાશે. USCISએ 31 માર્ચે રીસેશન ઓફ ધ ડિસેમ્બર 22, 2000, ગાઈડલાઈન મેમો ઓન H-1B કોમ્પ્યુટર રિલેટેડ પોઝિશન નામથી પોલિસી મેમોરેન્ડમ જાહેર કર્યું હતું.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે H-1B વિઝા આપવામાં વધુ કડક નિયમોની જાહેરાત યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસે કરી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની આ જાહેરાત એવા સમયે કરવામાં આવી જ્યારે H-1B વિઝા આપવા માટે એપ્લિકેશન એક્સેપ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 1 ઓક્ટોબર, 2017થી અમેરિકન ફિસ્કલ યરની શરૂઆત થાય છે. USCISએ કહ્યું કે અમારું ધ્યેય H-1B વિઝાનો ખોટો ઉપયોગ રોકવાનું છે. તેનાથી અમેરિકન કંપનીને હાઈલી સ્કિલ્ડ વિદેશીઓને અપોઈન્ટ કરવામાં મદદ મળશે. સાથે કહેવામાં આવ્યું કે જો કોઈ કંપની H-1B વિઝા પ્રોગ્રામનો મિસયુઝ કરશે તો તેની અસર અમેરિકન વર્કર્સ પર કો પડશે સાથે સેલેરીમાં પણ ઘટાડો થશે અને ફોરેન એમ્પ્લોઈને તક મળશે. ઉલ્લેખનીય છે કે 2015માં ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા સર્ટિફાઈડ તમામ H-1B એપ્લિકેશન્સ અંદાજે 12 ટકા ભાગ કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ રહે છે. જેમાંથી 41 ટકા કર્મચારી સૌથી ઓછી સેલેરીવાળી પોઝિશન પર હતા.
1 – નવી ગાઈડલાઈન પ્રમાણે H-1B વિઝા માટે એપ્લાઈ કરતા કોમ્પ્યુટર પ્રોગ્રામર્સે વધુ જાણકારી આપવી પડશે. સાબિત કરવું પડશે કે તેની જોબ મુશ્કેલ છે અને તે માટે એડવાન્સ નોલેજ અથવા અનુભવની જરૂર છે.
2 – હાલની સ્થિતિમાં ક્વાલિફાઈડ અમેરિકન વર્કર્સને નોકરીમાં ઈગ્નોર કરવામાં આવે છે અથવા તેને ફાયદો નથી મળી રહ્યો, અમે એપ્લોમેન્ટ બેસ્ડ ઈમિગ્રેશન પ્રોગ્રામને કડક કરી અમેરિકન નાગરિકના હિતોને સુરક્ષીત કરવા ઈચ્છીએ છીએ.
3 – USCISએ H-1B વિઝા ફ્રોડની જાણકારી મેળવવા માટે એક ઈમેઈલ હેલ્પલાઈન પણ લોન્ચ કરી છે. હવે USCIS સમગ્ર દેશના H-1B વિઝા પિટીશર્સ અને વિઝા હોલ્ડર્સ પર નજર રાખશે.
4 – USCIS એ વાત પર પણ નજર રાખશે કે એમ્પ્લોયરની બિઝિક બિઝનેસ ઈન્ફોર્મેશન અપડેટ થઈ છે કે નહીં.
5 – એમ્પલોયર્સને એવા H-1B વિઝા વર્કર્સ અંગે પણ જણાવવું પડશે જે કોઈ અન્ય કંપનીમાં ઓફસાઈટ કામ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ મંજૂર નથી’-દલાઈ લામા મુદ્દે ભારતની ચીનને ચીમકી
Next articleકેજરીવાલ ફી નહીં આપે તો તેમને ગરીબ ક્લાયન્ટ સમજી કેસ લડીશઃ જેઠમલાણી