(જી.એન.એસ), તા.૬
સયુંક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ યુએનમાં જણાવ્યું કે જો સીરિયાના ઈડલિબ પ્રાંતમાં થયેલા રાસાયણિક હુમલા પર યુએન કઈ કાર્યવાહી નહી કરે તો આવી સ્થિતિમાં અમેરિકા પોતાના સ્તર પર કાર્યવાહી કરશે. સીરિયાને લઈને સુરક્ષા પરિષદની એક બેઠક દરમિયાન હેલીએ કહ્યું કે જ્યારે સયુંક્ત રાષ્ટ્ર સતત પોતાની જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ જાય ત્યારે અનેકવાર એવું બને છે કે અમેરિકા પોતાના સ્તર પર કાર્યવાહી કરવા માટે મજબુર બને છે. હેલીએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી રશિયા છત્રછાયા પૂરી પાડવાનું બંધ નહીં કરે ત્યાં સુધી અસદ આ પ્રકારના રસાયણિક હુમલા કરવાનું બંધ નહીં કરે. અત્રે જણાવવાનું કે સીરિયાના ઈડલિબ પ્રાંતમાં મંગળવારે થયેલા એક રાસાયણિક હુમલામાં 75થી વધુ લોકો માર્યા ગયા હતાં. આ હુમલાનો સૌથી વધુ ભોગ બાળકો બન્યાં. જેને ધ્યાનમાં રાખીને યુએનમાં સુરક્ષા પરિષદની એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં થયેલા રાસાયણિક હુમલા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મંગળવારે સીરિયાના નાગરિકો પર થયેલો આ હુમલો અનેક મર્યાદાઓને વટાવી ચૂક્યો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ હુમલા બાદ બશર અલ અસદની સત્તા પ્રતિ તેમનો દ્રષ્ટિકોણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. ટ્રમ્પે આ નિવેદન આપ્યું તે વખતે જોર્ડનના સુલ્તાન કિંગ અબ્દુલ્લા પણ તેમની સાથે વ્હાઈટ હાઉસમાં હાજર હતાં. તેઓ અમેરિકાના પ્રવાસે છે. ટ્રમ્પે આ રાસાયણિક હુમલાને માનવતા પરનો હુમલો ગણાવ્યો. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઈસરે પણ કહ્યું કે આ ઘટના બાદ સીરિયાને લઈને અમેરિકાના વલણમાં ફેરફાર આવશે. સ્પાઈસરે કહ્યું કે આ હુમલા બાદ અસદ સરકારની નવી સચ્ચાઈ અમેરિકાની સામે આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું અસદ સરકાર દ્વારા પોતાના જ નાગરિકો સામે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવો એ અમેરિકી પ્રશાસનની નજરમાં મર્યાદાનો ભંગ છે તો ટ્રમ્પે જવાબ આપ્યો કે મારા માટે તો આ ઘટના અનેક પ્રકારની મર્યાદાનો ભંગ છે. જ્યારે તમે નિર્દેષ બાળકોને મારો છો ત્યારે તમે અનેક મર્યાદાઓને તોડો છો. ટ્રમ્પે કહ્યું કે સીરિયામાં બાળકો પર થયેલા રાસાયણિક હુમલાની તેમના પર ખુબ ઊંડી અસર પડી છે. સીરિયા અને અસદ સરકાર પ્રતિ તેમનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયોછે. આ ઘટના અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે સીરિયાની અસદ સરકારને હટાવવી એ તેમના માટે પ્રાથમિકતાનથી. અસદને હટાવવા કરતા વધુ મહત્વનું ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવાનું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.