ન્યૂ ઓર્લિયન્સમાં 15 જાન્યુઆરીના રોજ યોજાયેલા સમારોહમાં યુનાઇટેડ સ્ટેટ્સના આર’બોની ગેબ્રિયલને મિસ યુનિવર્સ 2022નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ભારતની હરનાઝ સિંધુએ તેમને તાજ પહેરાવ્યો હતો. જોકે, ભારતની દિવિતા ટોપ 5માં ન પહોંચી શકી ન હતી. અમેરિકાની ગેબ્રિયલ 28 વર્ષીય રૂપસુંદરી છે. તે હ્યુસ્ટન, ટેક્સાસની ફેશન ડિઝાઇનર છે. તેમના માતા અમેરિકન છે અને પિતા ફિલિપિનો છે. યુએસએની આરબોની ગ્રેબિયલ મિસ યુનિવર્સ 2022 બની છે. કેટલાક દિવસોથી આ બ્યૂટી પેજેન્ટને લઈને આખી દુનિયામાં ચર્ચા હતી. લોકો જાણવા ઈચ્છતા હતા કે, આખરે કોણ નવી મિસ યુનિવર્સ બનશે. આખરે દુનિયાને નવી મિસ યુનિવર્સ મળી ગઈ છે. આ વર્ષની મિસ યુનિવર્સ અમેરિકાની આરબોની ગ્રેબિયલ બની છે. ત્યારે રીતરિવાજ મુજબ ગત વર્ષની મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ તેમને તાજ પહેરાવ્યો હતો. સ્ટેજ પર આવીને હરનાઝ સિંધુ ઈમોશનલ થઈ ગઈ હતી.
વર્ષ 2022 માં બ્યૂટી પિજન્ટ મિસ યુનિવર્સ જીતનાર ભારતની હરનાઝ સિંધુ એક પંજાબી એક્ટ્રેસ છે. હરનાઝે રવિવારે સવારે અમેરિકામા આયોજિત કાર્યક્રમમાં નવી મિસ યુનિવર્સને તાજ પહેરાવ્યો હતો. સ્ટેજ આવતા જ હરનાઝ ઈમોશનલ થઈ ગઈ હતી. નવી મિસ યુનિવર્સને તાજ પહેરાવવા આવેલા હરનાઝ કોઈ રૂપસુંદરી જેવા લાગ્યા હતા. તેમને સ્ટેજ પર આવીને કહ્યુ હતું કે, નમસ્તે યુનિવર્સ. ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દિવિતા રાય ટોપ-16 માં પણ જગ્યા બનાવી શકી ન હતી. ટોપ-5 માં જગ્યા બનાવનાર વેનેઝુએલા – અમાન્ડ ડુડામેલ ન્યૂમૈન, યુએસએ – આરબોની ગ્રેબિયલ, પ્યૂર્ટો રિકો – એશલે કેરિનો, કુરાકાઓ – ગ્રૈબિએલા ડોસ સેંટોસ, ડોમિનિકલ ગણરાજ્ય – આંદ્રેઈના માર્ટિનેઝ સામેલ છે. કોણ છે મિસ યુનિવર્સ?… ન્યૂ ઓરલિયન્સમાં 15 જાન્યુઆરીના રોજ આયોજિત સમારોહમાં અમેરિકાની આરબોની ગ્રેબિયલને મિસ યુનિવર્સ 2022 નો તાજ પહેરાવવામાં આવ્યો છે. 28 વર્ષીય ગ્રેબિયલ, હ્યુસટન ટેક્સાસની ફેશન ડિઝાઈનર છે. તેમના માતાત અમેરિકન અને પિતા ફિલિપિનો છે. ટોપ-3 પ્રશ્નોત્તરી દરમિયાન ગ્રેબિલયે ફેશન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાનો મોટાભાગનો સમય ફેશન ડિઝાઈનિંગમાં વિતાવે છે, તેઓ પ્રદૂષણ ઓછું કરવાની દિશામાં કામ કરે છે. તેઓ એ મહિલાઓને શિક્ષણ આપે છે, જેઓ માનવ તસ્કરી અને ઘરેલુ હિંસાનો ભોગ બને છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.