Home દુનિયા - WORLD અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને 30 દિવસ...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને 30 દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી

24
0

(જી.એન.એસ) તા. 4

કેલિફોર્નિયા/ઓટાવા,

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક મહત્વની વાત જણાવતા કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને 30 દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ નિર્ણય મૅક્સિકોથી ઇમ્પોર્ટ પર અમેરિકન ટેરિફ પણ એ રીતે જ રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે બંને દેશોએ અમેરિકામાં ફેંટેનાઇલ તસ્કરીને રોકવા માટે સખત પગલાં લીધાં છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ચેતવણી આપી હતી કે, જો અમેરિકી ટેરિફ અમલમાં આવશે તો કેનેડાની સરકાર દ્વારા પણ 155 અબજ ડોલરની અમેરિકાની ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાગુ કરશે.  સોમવારે ટ્રુડોએ ટ્વિટ કર્યું કે ટ્રમ્પ સાથેની તેમની વાતચીત સફળ રહી છે અને 30 દિવસ સુધી ટેરિફ લાગુ કરવાનો નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે.

આ સાથેજ ટ્રુડોએ જણાવ્યું હતું કે, કેનેડા પાસે ફેન્ટાનાઇલ દાણચોરીને રોકવા માટે “ફેન્ટાનાઇલ ઝારની નિમણૂક” કરવા અને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે 1.3 બિલિયન ડોલરની યોજના છે. આ યોજના હેઠળ નવા હેલિકોપ્ટર, ટેકનોલોજી અને 10,000 ફ્રન્ટલાઈન વર્કર સાથે કેનેડા-યુએસ સરહદની સુરક્ષા મજબૂત બનાવવામાં આવશે. ટ્રુડોએ લખ્યું કે અમારા અમેરિકન ભાગીદારો સાથે સંકલન વધારીને ફેન્ટાનાઇલની તસ્કરીને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર ટેરિફ લગાવવાનો નિર્ણય એક મહિના માટે સ્થગિત કરી દીધો છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે સોમવારે જાહેરાત કરી હતી કે યુએસ રાષ્ટ્રપતિ સાથેની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને વ્હાઇટ હાઉસ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. મેક્સિકો પર લાદવામાં આવેલા ટેરિફ સ્થગિત કરવાથી બંને દેશો વચ્ચેના આર્થિક તણાવમાં અસ્થાયી ઘટાડો થયો છે. જોકે, આ દરમિયાન એ જોવું રસપ્રદ રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ચીન પર શું નિર્ણય લેશે, કારણ કે ચીન પણ એવા દેશોમાં સામેલ છે જેના પર ટેરિફ લાદવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field