અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે. જેમાં મેરિલેન્ડમાં શુક્રવારે એક ઘરમાં ઘૂસીને 5 લોકોની હત્યા કરવામાં આવી છે. એક મહિલા, એક પુરુષ સહિત 3 બાળકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. એટલું જ નહીં, 911 પર ફોન કરીને તે શખસે પોલીસને ગોળીબારની ઘટના વિશે જાણકારી આપી હતી.
સેસિલ કાઉન્ટીના શેરિફ સ્કોટ એડમ્સે જણાવ્યુ હતુ કે, ઇલ્ક મિલ્સ સ્થિત બે માળના ઘરમાં સવારે એક મહિલા, એક પુરુષ અને ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા હતા. આ ત્રણેય ક્રમશ) 5મા, 7મા અને 8મા ધોરણમાં ભણતા હતા. અધિકારીઓએ મૃતકોની ઓળખ જાહેર નહોતી કરી, પરંતુ લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તે બધા સુરક્ષિત છે.
બાલ્ટીમોરના ઉત્તર-પૂર્વમાં અંદાજે 97 કિલોમીટર અને ડેલાવેયર સ્ટેટ લાઇનના કેટલાક મીલ પશ્ચિમમાં જંગલ વિસ્તારથી ઘેરાયેલા ઘરોના એક વિસ્તાર કુલ-ડી-સૈકમાં થઈ હતી. એડમ્સે કહ્યુ હતુ કે, આ એક ભયાનક દિવસ છે. આ ઘટનાથી ચિંતિત અને પરેશાન લોકો સતત મને ફોન કરી રહ્યા છે.
આ એક દુઃખની વાત છે અને આવી ઘટના સેસિલ કાઉન્ટીમાં બને તે નાની વાત નથી. આ ઘટના ખરેખર દુઃખદ અને ભયાનક છે. અન્ય એક અધિકારીએ કહ્યુ હતુ કે, સવારે 9 વાગ્યે એક વ્યક્તિ ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. જેણે કહ્યુ હતુ કે, ત્રણ બાળક સહિત એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
જ્યારે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ બાળક, એક મહિલા સહિત અન્ય એક વ્યક્તિ પણ મૃત મળ્યો હતો. મૃતક વ્યક્તિ પાસે એક સેમી ઓટોમેટિક હેન્ડગન પડી હતી. જો કે, હજુ સુધી હત્યા કેમ કરવામાં આવી છે તે અંગે કોઈ વિગત બહાર આવી નથી. આ મામલે શેરિફે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
અધિકારીઓએ આ મામલે કહ્યુ હતુ કે, ઘરમાં અલગ અલગ જગ્યાએ મૃતદેહ પડ્યા હતા. ત્યાં ટોમ ડ્રિસ્કોલ નામના એક પાડોશીએ કહ્યુ હતુ કે, છેલ્લા 5 વર્ષથી અહીં આ દંપતી ત્રણ બાળક સાથે રહેતું હતું. તેમના બાળકો તો મોટેભાગે હોસ્ટેલમાં રહેતા હતા. ક્રિસમસ કે અન્ય કોઈ રજાના દિવસે તેઓ આવતા હતા. અધિકારીઓએ કહ્યુ હતુ કે, ત્રણ બાળકમાં બે દીકરી અને એક દીકરો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.