Home દુનિયા - WORLD અમેરિકાના ટેક્સાસ ડેરી ફાર્મમાં ભીષણ વિસ્ફોટ

અમેરિકાના ટેક્સાસ ડેરી ફાર્મમાં ભીષણ વિસ્ફોટ

60
0

અમેરિકાના પશ્ચિમ ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં મોટા પાયે વિસ્ફોટ અને આગ ફાટી નીકળ્યા બાદ લગભગ 18,000 જેટલી ગાયોના મોત થયા. આ વિસ્ફોટ સોમવારે ટેક્સાસના ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં થયો હતો. ધડાકા બાદ કાળા ધુમાડાના ગોટે ગોટા ડેરી ફાર્મની ઉપર હવામાં કલાકો સુધી જોવા મળ્યા. ઘટના બાદ ધડાકાથી લાગેલી આગને બુઝાવવાની કોશિશ કરાઈ. અત્રે જણાવવાનું કે અકસ્માતમાં ગાયોના થયેલા મોતનો આંકડો અમેરિકામાં દરરોજ મૃત્યુ પામતી ગાયોની સંખ્યાનો લગભગ ત્રણ ગણો છે. જો કે આ વિસ્ફોટમાં કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી. જો કે એક ડેરીફાર્મ વર્કર ઘાયલ થયો જેને પાછળથી હોસ્પિટલ લઈ જવાયો. અહીં તેની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. હજુ એ સ્પષ્ટ નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો. જો કે કાઉન્ટી જજ મેન્ડી ગેફેલરે સંભાવના જતાવી છે કે આ ઉપકરણના એક ટુકડામાં ખરાબી હોઈ શકે છે.

યુએસએ ટુડેના જણાવ્યાં મુજબ ટેક્સાસના ફાયર વિભાગના અધિકારીઓ કારણોની તપાસ કરશે. આગમાં મૃત્યુ પામનારી મોટાભાગની ગાયો હોલસ્ટીન અને જર્સી ગાયોનું મિશ્રણ હતી. 18000 ગાયો ફાર્મના કુલ ઝૂંડના લગભગ 90 ટકા હતી. જ્યારે ધડાકો થયો ત્યારે દૂધ કાઢવાના ઈન્તેજારમાં ગાયો એક વાડામાં બાંધેલી હતી. આ ઘટનાની મોટી અસર પડશે કારણ કે યુએસએ ટુડેના જણાવ્યાં મુજબ પ્રત્યેક ગાયનું મૂલ્ય 1 લાખ 93 હજાર રૂપિયા જેટલું છે. સ્થાનિક લોકોએ કેએફડીએ ન્યૂઝ ચેનલને જણાવ્યું કે તેમણે મોટો અવાજ સાંભળ્યો અને માઈલો સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. કાળો ધુમાડો આજુબાજુના કસ્બાથી પણ માઈલો દૂર ફેલાઈ ગયો. ડિમિટ રહીશ કેનેડી ક્લેમેને જણાવ્યું કે એક મોટી, વિશાળ કાળી હવા હતી અને તે ગળીમાં ધુમ્મસ જેવી લાગતી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજાપાનમાં વડાપ્રધાન ફુમિયો કિશિદાનું ભાષણ શરૂ કરતા પહેલા જ વાકાયામા શહેરમાં વિસ્ફોટ
Next articleસંપૂર્ણ વિશ્વ આપણો પરિવાર છે. જે જ્ઞાનમાં મારું તારું નથી તે જ પવિત્ર છે. આપણું પ્રયોજન વિશ્વકલ્યાણ છે. : મોહન ભાગવત