(જી.એન.એસ) તા. 23
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અરકાનસાસમાં એક કરિયાણાની દુકાનમાં ગોળીબારની ઘટના બની હતી જેમાં બે લોકોના મોત થયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ અરકાનસાસના ફોર્ડીસમાં સ્થિત કરિયાણાની દુકાનમાં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ ઘટના સવારે 11.30 વાગ્યે ફોર્ડીસમાં મેડ બુચર કરિયાણાની દુકાનમાં બની હતી.
પબ્લિક સેફ્ટી સેક્રેટરી અને અરકાનસાસ સ્ટેટ પોલીસ ડાયરેક્ટર માઈક હેગરે જણાવ્યું કે ફાયરિંગની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જવાબી કાર્યવાહી કરી. આ દરમિયાન બંને તરફથી થયેલા ગોળીબારમાં શંકાસ્પદ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં કરિયાણાની દુકાનની બારી પર ગોળીઓના નિશાન જોઈ શકાય છે. આ ઘટના બાદ અરકાનસાસના ગવર્નર સારાહ હકાબી સેન્ડર્સે કહ્યું કે તેમને આ ઘટના અંગે માહિતી મળી છે. આ બાબતના સમાચાર મળ્યા બાદ જેમ બને તેમ જલ્દી કાર્યવાહી કરવા બદલ હું પોલીસની આભારી છું. મારી સંવેદના પીડિતો સાથે છે.
આ ગોળીબારની ઘટનાના ભયાનક દ્રશ્યને યાદ કરતાં એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તે પોતાની કારમાં ગેસ ભરાવવા માટે એક સ્થાનિક ગેસ સ્ટેશન પર ઉભા હતા, ત્યારે તેમને પાસેની દુકાનમાંથી આતશબાજી જેવો અવાજ આવ્યો. પછી ઝડપથી ગોળીઓ ચાલવા લાગી અને મેં લોકોને ભાગતા જોયા. દરમિયાન એક વ્યક્તિ જમીન પર પડેલો હતો. તેણે ઈમરજન્સી વર્કર્સને ઝડપથી ઘટનાસ્થળે પહોંચતા જોયા, કરિયાણાની દુકાનની તૂટેલી બારીઓ પરથી ખબર પડતી હતી કે કેટલો ભયાનક ગોળીબાર કરવામાં આવ્યો હશે. દક્ષિણપૂર્વીય ડલ્લાસ કાઉન્ટીમાં એક નાના સમુદાય ફોર્ડીસ છે, જેની વસ્તી આશરે 3,396 છે. આ સમુદાય હિંસક ગોળીબારથી હચમચી ગયો છે. જો કે, આ ભયાનક ગોળીબારની ઘટના બાદ, સ્થાનિક અધિકારીઓએ દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને તાત્કાલિક ધોરણે મેડિકલ સહાય કરવામાં આવી હતી અને આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.