આર્બિલ એર બેઝમાં થયેલા હુમલામાં અમેરિકન સૈનિક ઘાયલ થતા, બાયડેને આ હુમલાનો તાત્કાલિક જવાબ આપવા જણાવ્યું, ઇરાકમાં કતાઇબ હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલાની યોજના બનાવી
(જી.એન.એસ),તા.૨૬
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને જણાવ્યું હતું કે અમેરિકન સેનાએ સોમવારે ઈરાકમાં ઈરાન સમર્થિત લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ત્રણ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. ઉત્તર ઇરાકમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો ઘાયલ થયા બાદ રાષ્ટ્રપતિ જો બાઈડને ઈરાન સમર્થિત મિલિશિયા જૂથો સામે બદલો લેવાનો આદેશ આપ્યા બાદ આ હુમલાઓ થયા છે. યુએસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું હતું કે સોમવારે આર્બિલ એર બેઝ પર થયેલા હુમલામાં એક અમેરિકન સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલાની જવાબદારી ઈરાન સમર્થિત મિલિશિયા કતૈબ હિઝબુલ્લાએ લીધી હતી. સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિને ક્રિસમસની ઉજવણી દરમિયાન આ હુમલાની જાણકારી આપવામાં આવી હતી. બાયડેને આ હુમલાનો તાત્કાલિક જવાબ આપવા જણાવ્યું હતું અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ઇરાકમાં કતાઇબ હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલો કરવા માટે, લોયડ ઓસ્ટિન અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ટીમે ત્રણ લક્ષ્યો પર હુમલાની યોજના બનાવી હતી.
અમેરિકાએ અરબિલ એર બેઝ પર હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકાએ કહ્યું કે ઈરાને હમાસને તાલીમ આપી છે અને તેના ઘણા જૂથોને મધ્ય પૂર્વમાં અલગ-અલગ સ્થળોએ તૈનાત કર્યા છે.. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થોડા સમય પહેલા યુદ્ધની શરૂઆત થઈ છે, જો કે હજુ સુધીમાં 20000થી વધારેના આ યુદ્ધમાં મોત થઈ ચુક્યા છે, ત્યારે ઈઝરાયેલ મિશન ગાઝા સફાઈ ચાલુ કર્યું છે, શનિવારના રોજ ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 70થી વધારેના મોતના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહી હોય તેમ ચોક્કસ કહી શકાય છે. જો કે રશિયા યુક્રેન યુદ્ધ વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહ્યું છે, યુક્રેન પોતાની બઘી તાકાત લગાડીને રશિયાનો સામેનો કરી રહ્યું છે, ત્યારે રશિયા પર યુક્રેનને છોડવા માગતુ નથી, હવે આ યુદ્ધ કેટલા સમય ચાલે તે જોવાનું રહ્યું છે, વિશ્વમાં હાલ ઈઝરાયેલ હમાસ અને રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, હવે જો ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો દુનિયામાં ત્રીજુ યુદ્ધ અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થશે, જો અમેરિકા યુદ્ધમાં ઉતરશે તો વિશ્વની મહાન શક્તિઓ પણ યુદ્ધમાં ઉતરવા મજબૂર થઈ જશે અને વર્લ્ડ વોર શરૂ થવાના આ એંધાણ હોઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.