Home દુનિયા - WORLD અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 75 દેશોને 90 દિવસ ટેરિફમાં આપી...

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 75 દેશોને 90 દિવસ ટેરિફમાં આપી રાહત; ચીન પર ઝીંક્યો 125 ટકા ટેરિફ

80
0

(જી.એન.એસ) તા. 10

વોશિંગ્ટન,

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર હવે ચમરસીમા પર પહોંચી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખૂબ મોટો આર્થિક ઝટકો આપ્યો છે.  ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને 84 ટકા કરી દીધી. ટ્રમ્પે ‘પારસ્પરિક ટેરિફ’ પર 90 દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન આ દેશો પર ફક્ત 10 ટકા ડ્યુટી લાગુ પડશે.

ટ્રમ્પે કહ્યું હતું કે, ‘આ નિર્ણય ચીન દ્વારા વૈશ્વિક બજારો પ્રત્યે બતાવવામાં આવેલા અનાદરના કારણે લેવાયો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર લખ્યું છે કે, ચીનને એ સમજવું પડશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂટવાનો દોર હવે વધુ નહીં ચાલે.’

ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના 75થી વધુ દેશો માટે 90 દિવસોની ટેરિફમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. તેમના અનુસાર, આ દેશોએ અમેરિકન વાણિજ્ય વિભાગ, ટ્રેજરી અને USTR સાથે વ્યાપાર અને મુદ્રા હેરફેર જેવા મુદ્દાઓ પર વાતચીત શરૂ કરી છે. આ દેશો સાથે વ્યાપાર પર આગામી 90 દેશો સુધી માત્ર 10 ટકાનો રેસિપ્રોકલ ટેરિફ લગાવાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field