Home દુનિયા - WORLD અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નિતિ વિરુદ્ધ હવે 27 દેશો થયા એક

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નિતિ વિરુદ્ધ હવે 27 દેશો થયા એક

68
0

યુરોપીયન આયોગે ટ્રમ્પને ટક્કર આપવા માટે કમર કસી

(જી.એન.એસ) તા. 8

વિશ્વભરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ લગાવી ને ટેરિફ વોર અથવા ટ્રેડ વોરની શરૂઆત કરી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ચીને અમેરિકાને જવાબમાં ટેરિફ લગાડી તાકત દેખાડી દીધી છે અને હવે બીજી તરફ 27 દેશોના ગ્રૂપ એટલે કે યુરોપીય આયોગે પણ ટ્રમ્પને ટક્કર આપવા માટે કમર કસી લીધી છે. મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, EUએ સોમવારે કેટલીક અમેરિકન વસ્તુઓ પર 25% ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. એજન્સીએ દસ્તાવેજોનો હવાલો આપતાં કહ્યું કે, કેટલીક વસ્તુઓ પર ટેરિફ 16 મેથી અમલમાં આવશે.

મહત્વનું છે કે, કેટલીક અન્ય વસ્તુઓ પર પણ આ વર્ષથી ટેરિફ લાગુ થઈ જશે. તેમાં હીરા, ઈંડા, ડેન્ટલ ફ્લોસ, પોલ્ટ્રી સહિત અનેક વસ્તુઓ સામેલ છે. સભ્ય દેશો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ આ યાદીમાંથી કેટલીક વસ્તુઓ હટાવી દીધી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. બદામ અને સોયાબીન પર ટેરિફ ડિસેમ્બરથી શરુ થશે. EUના વેપાર પ્રમુખ મારોસ સેફકોવિકે સોમવારે કહ્યું કે, જવાબી ટેરિફની અસર અગાઉ જાહેર કરાયેલા 26 બિલિયન યુરો (28.45 બિલિયન ડૉલર) કરતાં ઓછી હશે. માર્ચમાં તૈયાર કરાયેલી યાદીમાંથી બોરબન, વાઇન અને ડેરી ઉત્પાદનોને હટાવી દેવામાં આવ્યા છે.

કમિશને અગાઉ બોરબન પર 50% ટેરિફ લાદવાની યોજના બનાવી હતી, ત્યારબાદ ટ્રમ્પે EUના શરાબ પર 200% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ફ્રાન્સ અને ઈટાલી ખાસ કરીને આ ખતરાથી ચિંતિત હતા કારણ કે તેમનો વાઇન ઉદ્યોગ ખૂબ મોટો છે. આ ઉપરાંત EUએ 1 એપ્રિલથી સ્ટીલ પરના હાલના સલામતી નિયમો કડક કર્યા, જેનાથી આયાતમાં 15% ઘટાડો થયો. કમિશન હવે એલ્યુમિનિયમ માટે આયાત ક્વોટા પર પણ વિચાર કરી રહ્યું છે. EU સભ્ય દેશો 9 એપ્રિલે આ પ્રસ્તાવ પર મતદાન કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field