(જી.એન.એસ) તા.3
વોશિંગ્ટન,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી હતી. પારસ્પરિક ટેરિફની જાહેરાત સાથે વિશ્વભરમાં ઊંચા ભાવ અને વેપાર યુદ્ધનો ખતરો છે. ટેરિફની જાહેરાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, ‘આ ”મુક્તિ દિવસ” છે, એક એવો દિવસ જેની અમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.’ આપણા દેશને અન્ય દેશોએ લૂંટ્યો છે. કરદાતાઓને 50 વર્ષ કરતાં વધુ સમયથી લૂંટવામાં આવી રહ્યા છે પરંતુ હવે આવું નહીં થશે.
આ બાબતે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદતાં ઐતિહાસિક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યો છું. રેસિપ્રોકલનો અર્થ એ છે કે તેઓ આપણી સાથે જેવું કરશે, તેવું જ આપણે તેમની સાથે કરીશું.’ નવા ટેરિફ રેટ પ્રમાણે અમેરિકા ચીન પાસેથી 34 ટકા, યુરોપિયન યુનિયન પાસેથી 20 ટકા, જાપાન પાસેથી 24 ટકા અને ભારત પાસેથી 26 ટકા ટેરિફ વસૂલશે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ જાહેરાત કરી છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ સામે અમારો દેશ જવાબી કાર્યવાહી કરશે. મીડિયા સાથે વાત કરતાં પીએમ કાર્નીએ કહ્યું કે કેબિનેટ બેઠકમાં અમેરિકાને કેવી રીતે જવાબ આપવો તેની ચર્ચા કરવામાં આવશે.
સ્વીડિશ વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ‘સ્વીડન મુક્ત વેપાર અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ઊભું રહેશે.’
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે કહ્યું કે ‘આ નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના લોકો આ સંબંધને કેવી રીતે જુએ છે તેના પર અસર કરશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ કોઈ મિત્રનું કામ નથી.’
ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, ‘ચીન પોતાના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે કડક પ્રતિકૂળ પગલાં લેશે.’ જોકે, ચીને જવાબમાં શું પગલાં લઈ શકે છે તે અંગે વિસ્તૃત માહિતી નથી આપી. ચીને કહ્યું, ‘ચીન અમેરિકાને તેમના તાત્કાલિક એકપક્ષીય ટેરિફ પગલાં રદ કરવા અને સમાન વાટાઘાટો દ્વારા પોતાના વેપાર ભાગીદારો સાથેના મતભેદોને યોગ્ય રીતે ઉકેલ લાવવા માટે વિનંતી કરે છે.’
દક્ષિણ કોરિયાના વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, ‘દક્ષિણ કોરિયાના કાર્યકારી વડાપ્રધાન હાન ડક-સૂએ અધિકારીઓને કહ્યું છે કે તમે નવા 25 ટકા ટેરિફની સંભવિત અસરનું વિશ્લેષણ કરવા માટે વ્યવસાયિક જૂથો સાથે કામ કરો જેથી નુકસાન ઓછામાં ઓછું કરી શકાય.’
મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શિનબામે કહ્યું કે, ‘અમે ટ્રમ્પની જાહેરાતની મેક્સિકો પરની અસરનું મૂલ્યાંકન કરીશું.’
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયો મેલોનીએ EU સામેના નવા 20% ટેરિફને “ખોટો” ગણાવતાં કહ્યું કે, ‘તેનાથી કોઈપણ પક્ષને ફાયદો નહીં થશે. મેલોનીએ ફેસબુક પર પોસ્ટ કરતાં કહ્યું કે, અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપાર યુદ્ધ ટાળવા માટેના કરાર તરફ કામ કરવા માટે તમામ પ્રયાસો કરીશું.’
નોર્વેના વેપાર અને ઉદ્યોગ મંત્રી સેસિલી માયરસેથે કહ્યું કે, ‘અમે ગણતરી કરી રહ્યા છીએ અને શું થયું છે તે જોઈ રહ્યા છીએ પરંતુ એ સ્પષ્ટ છે કે આ વર્લ્ડ ઈકોનોમી માટે ગંભીર છે. તે અમારા પર પણ અસર કરશે.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.