Home ગુજરાત અમૂલમાં નોકરી અપાવવાનું કહી યુવક સાથે 14.35 લાખની ઠગાઇ થઇ

અમૂલમાં નોકરી અપાવવાનું કહી યુવક સાથે 14.35 લાખની ઠગાઇ થઇ

46
0

નડિયાદ શહેરમાં રહેતા 24 વર્ષીય યુવકને આણંદ અમૂલ ડેરીમાં નોકરી મેળવવી ભારે પડી છે. મામાના પરિચય થી વિરપૂરના સાલૈયાના ઇસમે નોકરી અપાવવાના બહાને કુ રૂ.14.35 લાખની છેતરપિંડી આચરી છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો છે.નડિયાદના ધવલસિંહ સોલંકીના મામા વિરેન્દ્રસિંહના માધ્યમથી રાજેશ પ્રજાપતિ રહે,સાલૈયા વીરપૂરના સાથે પરીચય થયો હતો. પરિચય થતા રાજેશે ધવલસિંહને આણંદની અમૂલ ડેરીમાં નોકરીનું સેટીંગ કરી આપવાની વાત કરતા ધવલસિંહે હા પાડી હતી.

જેથી રાજેશે કહેલ કે 10 થી 15 લાખનો ખર્ચ થશે જેની તૈયારી રાખજો, જેમાં સૌ પ્રથમ ટોકન પેટે રૂ 1. 40 લાખ આપવા પડશે તેમ કહેતા તા 3 એપ્રિલ 2021 ના રોજ રૂ. 75 હજાર આપ્યા હતા. જે બાદ ધવલસિંહના મામાને અમૂલની નોકરીનો લેટર ફોનમાં બતાવ્યો હતો જેથી વિશ્વાસ થતા ધવલસિંહે રાજેશને ટુકડે ટુકડે રોકડા અને ગુગલ પૈ દ્વારા કુલ રૂ.14.35 લાખ આપ્યા હતા.

પરંતુ નોકરીનુ કંઇ ન થતા રાજેશનો સંપર્ક કરી પૂછતા અમૂલ ડેરીના જે.કે.જોષી નામના વ્યક્તિ સાથે આણંદ સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરાવી હતી. તેમ છતાં નોકરીનો કોઈ ઓર્ડર ન આવતા અમુલ ડેરી આણંદ જઇ તપાસ કરતા અમૂલમાં આવી કોઈ નોકરીની ભરતી ચાલુ નથી તેમજ જે. કે. જોષી નામનો વ્યક્તિ અમૂલ ડેરીમાં સાહેબ ન હોવાનું માલૂમ પડ્યુ હતુ.

જેથી રાજેશનો સંપર્ક કરતા રૂ. 1,54, 500 ગુગલ પે થી પરત આપ્યા હતા. પરંતુ બીજા પૈસા પરત ન આપતા છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતું. નડિયાદ પોલીસે રાજેશ પ્રજાપતિ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાપરના ચિત્રોડમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલો દારૂ આડેસર પોલીસે ઝડપી પાડ્યો
Next articleપાટણનાં જલારામ મંદિરની પાછળની ગલીમાં ઇકોએ ટક્કરે વૃદ્ધાનું થયું મોત