Home મનોરંજન - Entertainment અમિષા પટેલને આ વ્યક્તિ સાથે દેખાતા નેટીઝન્સ ચોંક્યા

અમિષા પટેલને આ વ્યક્તિ સાથે દેખાતા નેટીઝન્સ ચોંક્યા

28
0

(જી.એન.એસ),તા.૨૫

બોક્સ ઓફિસ પર ‘ગદર 2’ ની સફળતા બાદ એક્ટ્રેસ અમીષા પટેલ તાજેતરમાં થાઈલેન્ડમાં જોવા મળી હતી. પરંતુ આ વખતે અમીષાની સાથે તારા સિંહ નહીં પરંતુ અભિનેતા અરબાઝ ખાન હતો. અમીષા અને અરબાઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તરફથી તેને વિવિધ પ્રતિક્રિયાઓ મળી રહી છે. અમીષા અને અરબાઝ થાઈલેન્ડમાં એક ક્લબના ઉદ્ઘાટન માટે એકબીજાના હાથ પકડીને પહોંચ્યા હતા. આ વખતે અરબાઝે બ્લેક ટી-શર્ટ અને ગ્રે જેકેટ પહેર્યું હતું. બીજી તરફ અમીષાએ બ્લેક મિની ડ્રેસ પહેર્યો હતો. હાજર રહેલા બધા લોકોની નજર તેમના પર હતી. બંનેએ ક્લબમાં ડાન્સ પણ કર્યો હતો..

અમીષા અને અરબાઝનો આ વીડિયો પાપારાઝીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. નેટીઝન્સ તરફથી પ્રતિક્રિયાઓનો વરસાદ થઈ રહ્યો છે. તેમાંથી એકે લખ્યું કે, ‘આ બંનેની જોડી ખરેખર સારી લાગે છે’. અન્ય એક યુઝરે કહ્યું, ‘સુપર એમી અને સુપર અરબાઝ’. કેટલાક નેટીઝન્સે એવું પણ સૂચન કર્યું હતું કે આ બંનેએ એકબીજાને ડેટ કરવા જોઈએ. રસપ્રદ વાત એ છે કે અમીષાની સલમાન ખાન સાથે ખૂબ જ સારી મિત્રતા છે. એક ઈન્ટરવ્યુમાં અમીષાએ સલમાનને ‘નટખટ બેસ્ટ ફ્રેન્ડ’ કહ્યો હતો. તેણે સલમાન સાથે યે હૈ જલવા ફિલ્મમાં કામ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી..

એક ઈન્ટરવ્યુમાં અમીષાને તેની એક એવી ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું જેમાં હિટ બનવાની ક્ષમતા હતી પરંતુ તે ફ્લોપ સાબિત થઈ. ત્યારબાદ તેણે તરત જ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યે હૈ જલવા’નું નામ લીધું. જેમાં અમીષા અને સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. એટલું જ નહીં, તેણે કહ્યું કે આ ફિલ્મ ફ્લોપ થવા પાછળનું કારણ સલમાનનો ‘હિટ એન્ડ રન’ કેસ હતો. અમીષાએ કહ્યું કે, “યે હૈ જલવા ડેવિડ ધવનની શ્રેષ્ઠ ફિલ્મ હતી. તેમાં સલમાન ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. સંગીત અને દિગ્દર્શન સારું હતું. પરંતુ તે પહેલા મીડિયા દ્વારા આપવામાં આવેલા નકારાત્મક સમાચાર દર્શકોને પસંદ આવ્યા ન હતા. તે સમયે દર્શકો તેમના પ્રિય અભિનેતા વિશેના નકારાત્મક સમાચાર પચાવી શક્યા ન હતા. તે પછી જ સલમાનનો હિટ એન્ડ રન કેસ થયો અને તેના કારણે યે હૈ જલવા ફ્લોપ થઈ હતી.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field