Home દેશ - NATIONAL અમિત શાહના ઘરમાં ચોકીદારના રૂમના નજીક તે બિનઝેરી સાપ જોવામાં આવ્યો

અમિત શાહના ઘરમાં ચોકીદારના રૂમના નજીક તે બિનઝેરી સાપ જોવામાં આવ્યો

32
0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુરૂવારે એક સાપ મળી આવ્યો હતો. પાંચ ફૂટ લાંબા આ સાપને સામાન્ય રીતે એશિયાઇ જલ સર્પ કહેવામાં આવે છે. આ ‘ચેકર્ડ કીલબેક’ પ્રજાતિનો સાપ હતો. સુરક્ષા કર્મીઓએ ચોકીદારના રૂમના નજીક તે બિનઝેરી સાપ જોયો અને વન્યજીવ સુરક્ષા તથા સંરક્ષણ માટે કામ કરનાર બિન સરકારી સંગઠન (એનજીઓ‌) ‘વાઇલ્ડલાઇફ એસઓએસ’ ને તેની જાણકારી આપી. એનજીઓની બે સભ્યોની ટીમે લાકડાની તિરાડ વચ્ચે બેઠેલા સાપને બહાર કાઢ્યો. ગાર્ડ રૂમની પાસે સાપને જોઇને તેમણે તાત્કાલિક વાઇલ્ડ લાઇફ એસોએસને તેના 24×7 હેલ્પલાઇન નંબર 9871963535 પર એલર્ટ કર્યું.

એનજીઓએ કહ્યું કે ગુરૂવારે સવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે સાપ જોઇને સુરક્ષાકર્મીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. ચોકીદારના રૂમની નજીક આ સાપને જોયા બાદ તેમણે વાઇલ્ડલાઇફ એસઓએસને સૂચના આપી હતી. બે સભ્યોની ટીમે સાપને બહાર કાઢ્યો. સાપ ચોકીદારના રૂમની પાસે લાકડાની તિરાડમાં હતો. ચેકર્ડ કીલબેક મુખ રૂપથી સરોવર, તળાવ, નદી, કુવા અને નાળા જેવા જળસ્ત્રોતોમાં મળી આવે છે. સાપોની આ પ્રજાતિને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 બીજી અનુસૂચીના અંતગર્ત સંરક્ષિત કરવામાં આવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કન્ટેનર ટ્રકે કારને ટક્કર મારતાં ચાર લોકોનાં મોત
Next articleસુપ્રીમ કોર્ટે મેટા પ્લેટફોર્મ્સ ઇન્કા.ની CCIએ આપેલા તપાસના આદેશને પડકારતી અરજીઓ નકારી દીધી