Home ગુજરાત અમરેલી- લીલીયામાં તંત્રના વાંકે ફેલાયો રોગચાળો??

અમરેલી- લીલીયામાં તંત્રના વાંકે ફેલાયો રોગચાળો??

7
0

(જી.એન.એસ)તા.13

અમરેલી,

ચોમાસા બાદ સરકાર રોગચાળો ન ફેલાય તે માટે લોકોને તકેદારી રાખવાનું કહે છે. લોકોએ શું કરવું તેની જાહેરાતો આપે છે, પરંતુ પોતે હાથ પર હાથ ધરીને બેસી રહી છે. આવી જ સ્થિતિ અમરેલીના લીલીયામાં જોવા મળી છે. જ્યાં છેલ્લાં ત્રણ મહિનાથી અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાઈ રહી છે. ગટરના પાણી રસ્તાઓ અને બજારમાં ફરી વળ્યા છે અને રોગચાળાને આમંત્રણ આપી રહ્યા છે. બીજી બાજુ અમરેલીની ખાંભા હૉસ્પિટલમાં આ સિઝનમાં રોગચાળાથી બચવા તબીબોની સંખ્યા વધારવાને બદલે ત્રણ ડૉક્ટરની સામે માત્ર એક ડૉક્ટર ઓપીડી પર છે. એક ડૉકટર ડેપ્યુટેશનમાં અને અન્ય એક ડૉકટર ટ્રેનિંગમાં હોવાથી દર્દીઓને કોઈ સુવિધા મળતી નથી. ખાંભા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માણસને જ્યાં સારવાર આપવાની હોય ત્યાં કૂતરાઓ બેઠા હોવાનું સામે આવ્યું હતું. એક બાજુ લીલીયાનું મુખ્ય બજાર અને નાવલી બજાર ગટરના પાણી અને દુર્ગંધથી ભરાઈ ગયું છે. ત્યાં બીજી બાજુ ખાંભા તાલુકાના 57 ગામ વચ્ચે એક માત્ર હૉસ્પિટલમાં એક ડૉકટર ઓપીડી પર હાજર હોય છે અને દરરોજની 200 ઓપીડી ખાંભાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળે છે ખાંભાની સરકારી હૉસ્પિટલમાં જ્યાં દર્દીઓને સારવાર લેવાની હોય ત્યાં શ્વાને ડેરો જમાવ્યાનું સામે આવ્યું છે. આ સિવાય તબીબોની ગેરહાજરીના કારણે ખાંભા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી અને કલાકો સુધી ઊભા રહેવું પડે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરેન્દ્રનગરના લખતરમાં વીજ કર્મીઓ પર હુમલો
Next articleસુરત પીસીબી દ્વારા નકલી ગુટખા અને તમાકુનુ કૌભાંડ ઝડપાયું