Home ગુજરાત ઉત્તર ગુજરાત અમરેલીમાં ગુનાઓ આચરી 6 વર્ષથી નાસતા ફરતા આરોપીઓને રાજસ્થાનમાંથી ઝડપી ગુનાનો ભેદ...

અમરેલીમાં ગુનાઓ આચરી 6 વર્ષથી નાસતા ફરતા આરોપીઓને રાજસ્થાનમાંથી ઝડપી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો

13
0

(જી.એન.એસ) તા. 23

અમરેલી,

અમરેલી જિલ્લામા ગુન્હાઓ આચરી વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને રાજસ્થાનમાંથી શોધી ગુન્હાનો ભેદ ઉકેલવા માટે અમરેલી SP હિમકર સિંહ દ્વારા સૂચના આપતા સાવરકુંડલા (IPS) ASP વલય વૈદ્ય દ્વારા ખાસ નાસ્તા ફરતા ગુનેગારો માટે એક સ્કવોડની ટીમ બનાવી છે. જે ગુન્હેગારોને શોધી પકડી લાવે તે માટે જાંબાઝ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કર્યા બાદ એક પછી એક વર્ષો જુના ગુન્હાઓ આચરી ચૂકેલા આરોપીઓને શોધી શોધી પકડવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલ અજમેર જિલ્લાના રહેવાસી પીસાંગન તાલુકાના શેઠન ગામના આરોપી હુકમારામ કાશીરામ ઉર્ફે કેશુજી બાવરી ગુજરાતમાં અમરેલી જિલ્લાના રાજુલા, વલસાડના પારડી, ખેડા, સેવાલીયા, ચીલોડા અને મોરબી સહિત 6 જેટલા ગુન્હાઓ અગાવ ટ્રક ચોરીના નોંધાયેલા છે.

રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ટ્રક ચોરીના આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો છે. નાસ્તા ફરતા સ્કવોડના ઇન્ચાર્જ PSI કે.ડી.હડીયાની ટીમ રાજુલા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રાજુલાના હિંડોરણા ચોકડી રવિરાજ એન્ટરપ્રાઈઝ ઓફીસ પાસે પાર્ક કરેલો હતો. જેમાં કુલ ત્રણ આરોપીઓ હતા. જેમાં જે તે સમયે 2 આરોપી સાથે ટ્રક ઝડપી લેવાયા બાદ એક આરોપી ફરાર હતો અને ગુન્હો નોંધાયેલો હતો ત્યારે આ ગુન્હામાં 6 વર્ષથી ફરાર આરોપીનું લોકેશન શોધી નાસ્તા ફરતા સ્કોડની ટીમ રાજસ્થાન રાજ્યમાં પહોંચી અજમેર જિલ્લાના પીસાંગન તાલુકાના શેઠન ગામમાંથી આરોપી હુકમારામ કાશીરામ (કેશુજી) બાવરી ધંધો ડ્રાઇવરને ઝડપી લીધો. તેમની ધરપકડ કરી રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્રના પહેલા જ દિવસે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો
Next articleયુપીના હાથરસમાં એક પત્નીએ તેના પ્રેમીના કારણે પતિની હત્યા કરી; પોલીસે 3 આરોપી શીત મૃતકની પત્નીની કરી ધરપકડ