રાજુલા તાલુકાના કાતર ગામે એક શખ્સે પથ્થરોના ઘા ઝીંકી ગાયની હત્યા કરી નાખી હતી. જેને પગલે પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. અહીના વિનુભાઇ દાનાભાઇ ભરવાડની માલિકીની એક ગાય તે જ ગામના મનુ દેવા બાંભણીયાનો ચારો ખાઇ ગઇ હતી. જેથી આ શખ્સ ઉશ્કેરાયો હતો. અને મધરાતે બારેક વાગ્યાના સુમારે ગાય પર તુટી પડયો હતો.
આ શખ્સે ગાયના માથા પર મોટા મોટા પથ્થરોના ઘા ઝીંકયા હતા અને પગમા પાવડાના ઘા ઝીંકયા હતા. માથામા પથ્થરોના ઘા વાગવાથી ગાયનુ મોત થયુ હતુ. બાદમા આ શખ્સે ગામ લોકો સામે તેવી પણ કબુલાત કરી હતી કે મે જ ગાય મારી છે જેને ફોટા પાડવા હોય પાડી લે.
ઘટનાને પગલે આ વિસ્તારના ગૌરક્ષકોમા રોષ ભભુકયો હતો અને પગલા લેવાની માંગ સાથે પોલીસ મથકે દોડી ગયા હતા. સ્થાનિક પોલીસે વિનુભાઇ ભરવાડની ફરિયાદ પરથી મનુ બાંભણીયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
ઘટનાને પગલે રાજુલા પંથકના ગૌરક્ષકો પોલીસ મથકે દોડી ગયા હતા. પીઆઇ અંકુર દેસાઇએ આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ ગૌરક્ષકોનો રોષ હળવો થયો હતો
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.