Home ગુજરાત અમરેલીના શિયાળ બેટના માછીમારોના પ્રશ્નનો અંગે કોંગી એમએલએએ મત્સ્યોદ્યોગ મંત્રીને કરી રજૂઆત

અમરેલીના શિયાળ બેટના માછીમારોના પ્રશ્નનો અંગે કોંગી એમએલએએ મત્સ્યોદ્યોગ મંત્રીને કરી રજૂઆત

34
0

અમરેલી જિલ્લામા આવેલા રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા શિયાળ બેટ ગામના આગેવાનો યુવાનો સાથે મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ ચૌધરીને સચિવાલય ઓફિસ ખાતે રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ મુદ્દે માછીમારોને પડતી હાલાકી મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી.

રજૂઆતમાં વલસાડ તથા અન્ય બંદરો પર રજિસ્ટ્રેશન કોલ થયેલા બોટને જાફરાબાદ બંદર પર નોંધણી કરી આપવામાં આવે, શિયાળ બેટ અને ચાંચ બંદર ફિશિંગ જેટી બનાવવામાં આવે, દરિયાઈ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવે, દરિયાકાંઠાના ધારાબંદર, જાફરાબાદ, શિયાળ બેટ, ચાંચ બંદર, ખેરા સહિતના ગામોમાં દરિયાઈ મોજાથી થતું ધોવાણ અટકાવવા માટે પુર સંરક્ષણ દિવાલો બનાવવામાં આવે.

રજૂઆત દરમિયાન સમગ્ર બાબતે હકારાત્મક જવાબ આપી આ આગામી દિવસોમાં વિવિધ સુવિધાઓ આપવામાં આવશે જ્યારે રજૂઆત બાદ શિયાળ બેટ ફિશિંગ ધક્કો જેટી બનાવવા અને ચાંચ બંદર ગામે ફિશિંગ જેટી માટે રિ-સર્વે કરવા માટે પણ ઉચ્ચ કક્ષાએથી આદેશ આપી દીધા છે.

સમગ્ર મામલે ધારાસભ્ય અંબરીષ ડેરએ જણાવ્યું કે, મને સંતોષ એ વાતનો થયો કે જ્યાં આ ગ્રામ્ય માછીમારો ભાઈએ એવું કહ્યું કે અમોએ તમારા લીધે પ્રથમ વખત સચિવાલય જાેયું આજે વિવિધ વિભાગોના મંત્રીઓને રૂબરૂ મળી અમારા પ્રશ્નનો રજૂ કર્યા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચાર બાળસિંહ સાથે નીકળેલી સિંહણે ૧૫ વર્ષના કિશોરને ઉઠાવી ગઈ, માસૂમનું તડપી તડપીને મોત
Next articleપાલનપુરની ફાયનાન્સ કંપનીના મેનેજર મોબાઇલનો હપ્તો લેવા જતાં ચપ્પુથી મારી ઇજા પહોચાડી