Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવામાં ધુમા વિસ્તારમાં એસયુવી કારે RSSના સ્વયં સેવકને કચડ્યા, કાર ઝાડીમાં ઘુસી...

અમદાવામાં ધુમા વિસ્તારમાં એસયુવી કારે RSSના સ્વયં સેવકને કચડ્યા, કાર ઝાડીમાં ઘુસી ગઈ

35
0

અમદાવાદના ઘુમા વિસ્તારમાં સવારે લાલગેબી આશ્રમ પાસેના રોડ પર એક કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી. આ દરમિયાન આ કાર પાસે આવેલા ગ્રાઉન્ડમાં ઘુસી ગઈ હતી, જ્યાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સ્વયં સેવકો કસરત કરી રહ્યા હતા, ત્યારે એન્ડેવર કારે તેમને ઉડાડ્યા હતા, જ્યાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલો હાલ બોપલ પોલીસ સ્ટેશન પાસે આવતા પોલીસે એન્ડેવર કારના ચાલકને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન કાળુભાઈ રાખોલીયા પોતે રોજ સવારની જેમ પણ સવારે આરએસએસની શાખામાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા.

સવારે ચાલતા ચાલતા ઘરેથી નીકળ્યા ત્યારે તેઓ ઘુમા પાસેના લાલ ગેબી આશ્રમ પાસેના ગ્રાઉન્ડમાં પહોંચ્યા ત્યારે રોડ પરથી ઘુસેલી એન્ડેવર કારે તેમને અડફેટે લીધા હતા. સૂત્રો મુજબ આ કાર એટલી ઝડપે હતી કે કાળુભાઇને ફંગોળીને નીચે ભટકાયા બાદ તેમના પર ટાયર પણ ફરી ગયું હતું અને કાર નજીકમાં આવેલા મેદાનમાં પહોંચીને ઝાડી ઝાંખરામાં ઘુસી ગઈ હતી.

સવારે અહીંથી પસાર થતાં લોકોએ અકસ્માત થયું હોવાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા, ત્યારે કાળુભાઈનું મૃત્યુ થયું હતું. તેમને નજીકના આરોગ્ય ચકાસણી માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં તેમનું મોત થયું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું. હાલ તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

અહીંયાથી પસાર થતાં લોકોના જણાવ્યા પ્રમાણે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ કારની અંદર દારૂની બોટલ પણ મળી આવી છે. તેમજ પત્તાની કેટ પણ મળી હતી. જ્યારે આરોપી અકસ્માત કર્યા બાદ કોઈને ખબર ન પડે તે માટે કાર પણ સંતાડવા માટે ત્યાં પહોંચ્યો હતો.

એટલે તેને ખબર હતી કે કાળુભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. હાલ આ સમગ્ર બનાવવા અંગે બોપલ પોલીસે અકસ્માતે મોત નોંધીને કારના ચાલકને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછોટા ઉદેપુરમાં ટેમ્પોમાં મરઘાંના પીંજરાની નીચે દારૂ સંતાડીને લઈ શખ્શની કરી ધરપકડ
Next articleરાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશભાઈ પટેલને શપથ લેવડાવ્યા