(જી.એન.એસ) તા.૨૦
અમદાવાદ,
અમદાવાદ GST વિભાગના નડિયાદના જાણીતા પાર્ટી પ્લોટ પર દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદ GST વિભાગના નડિયાદના જાણીતા પાર્ટી પ્લોટ પર દરોડા પાડવામાં આવ્યા. બુધવારે GST વિભાગના અધિકારીઓ નડિયાદમાં મોટા અને જાણીતા પાર્ટી પ્લોટ પર દરોડા પાડતા અન્ય પાર્ટી પ્લોટના માલિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો. અધિકારીઓને એક સર્વેમાં માહિતી મળ્યા બાદ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નડિયાદમાં પૂર્વ પાલિકા પ્રમુખના પાર્ટી પ્લોટમાં અધિકારીઓ દ્વારા GSTની તપાસ હાથ ધરાઈ. અધિકારીઓએ શહેરના ધ ગ્રાન્ડ ચેતક અને સંગાથ પાર્ટી પ્લોટમાં GSTના દરોડા પાડી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ આણંદમાં થયેલા સર્વે બાદ હવે નડિયાદમાં પણ દરોડા અભિયાન હાથ ધર્યું. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે પાર્ટી પ્લોટના માલિકો દ્વારા મોટાપાયે કરાતી GST ચોરી બહાર આવે તેવી શક્યતા છે. દરોડાના પગલે અન્ય પાર્ટી પ્લોટ માલિકોમાં ફફડાટ ફેલાયો. GSTની તપાસ દરમિયાન માલિકોની મોટી કરચોરી સામે આવવાની આશંકા છે. પાર્ટીપ્લોટ માલિકો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લીધા બાદ પણ સરકારને ટેક્સ ભરતા નથી. ખોટા ખર્ચ બતાવી પોતાની તિજોરી ભરનાર પાર્ટી પ્લોટના માલિકો સામે વહીવટીતંત્ર લાલ આંખ કરતા દરોડાની કામગીરી હાથ ધરી. શહેરમાં લગ્નસરાની સિઝનમાં પાર્ટીપ્લોટના માલિકોની ચોરી પકડવા દરોડાની કામગીરી હાથ ધરાઈ. લગ્ન ઉપરાંત પ્રિ-વેડિંગનું પણ પાર્ટી પ્લોટમાં આયોજન થવા લાગ્યું છે. અત્યારે ગુજરાતમાં એનઆરઆઈની સિઝન છે. આ સમયમાં ખાસ એનઆરઆઈ લગ્ન અને પ્રિ-વેડિંગનું પાર્ટીપ્લોટમાં આયોજન કરે છે. અને આથી જ ધીકતી કમાણી કરનાર પાર્ટીપ્લોટના દસ્તાવેજોની અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં નડીયાદમાં જાણીતા પાર્ટીપ્લોટ પર અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. અધિકારીઓ પાર્ટીપ્લોટમાં થતા નાણાંકીય વ્યવહારની તપાસ કરી રહ્યા છે. જો કે સમગ્ર મામલે પાર્ટી પ્લોટ માલિકો મૌન છે. મહત્વનું છે કે નડીયાદમાં પાડવામાં આવેલ દરોડામાં સ્થાનિક વિભાગને સાથે રાખ્યા વગર અમદાવાદ અને સુરતના અધિકારીઓએ દરોડા પાડી તપાસ હાથ ધરી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.