(જી.એન.એસ) તા.૧
અમદાવાદ,
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં એક વર્ષ દરમિયાન કુલ ૩૬ અંગદાન થયા જેણે ૧૨૪ જેટલા જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળેલા ૧૨૪ અંગોમાં ૭૨ કિડની, ૩૨ લીવર, ૧૩ હ્રદય, એક સ્વાદુપિંડ, ૦૬ ફેફસાનો સમાવેશ થાય છે. વધુમાં આ ૩૬ અંગદાતાઓમાં ૩૨ પુરુષો અને ૦૪ મહિલા બ્રેઇનડેડ અંગદાતાઓ દ્વારા અંગદાન કરાયું છે. જેમાં ૨૮ અંગદાતાઓ ગુજરાતના અને અન્ય ૦૮ અંગદાતાઓ અન્ય રાજ્યોના હતા. સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સાથે સાથે સ્કીન દાન માં પણ શ્રેષ્ઠત્તમ કામગીરી આંરભવામાં આવી છે. વર્ષ ૨૦૨૪ માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ ૦૮ જેટલા સ્કીન દાન પણ થયા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કીન દાન માટે 9428265875 નંબર જાહેર કરાયો છે. જેના પર સંપર્ક કરવાથી હોસ્પિટલની ટીમ સ્કીનનું દાન લેવા ઘરે આવે છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૭૫ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી ૫૫૦ જરૂરીયાતમંદને જીવનદાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૫ મું અંગદાન થયું છે. જાન્યુઆરી ૨૦૨૪ થી ડિસેમ્બર ૦૩ સુધીમાં એટલે કે ૧૧ મહિનામાં થયેલ આ ૩૬ મું અંગદાન છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.