Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161મું અંગદાન

14
0

રાજગોર પરિવારે પોતાની દિકરી જેવી બીજી કોઇ દિકરીની જીંદગી બચાવવા કર્યો નિર્ણય

(જી.એન.એસ) અમદાવાદ,તા.૨૨

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161 મું અંગદાન થયું છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરની 24 વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ 19/08/2024 ના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૧-૦૮-૨૦૨૪ના રોજ ડોક્ટરોએ જીનલને બ્રેઈન ડેડ જાહેર કરી. ઉક્ત અંગદાનમાં વિષેશ વાત એ હતી કે , દર્દી જીનલ અને તેનું પરીવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) કે જેમની કર્મભુમી પણ કચ્છ રહી છે તેમને કોઇક રીતે આ અંગે જાણ થતા તેમણે સિવિલ હોસ્પિટલ આવી પોતે જીનલ ના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા.  વધુમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગ્રુત થયા છે. જેના પરીણામે જ આ બ્રેઇન ડેડ દીકરી જીનલના પરીવારના નજીકના સગામાં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઇ પોતાની દીકરીના બ્રેઇન ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઇ દીકરી કે અન્ય જરુરીયાતમંદની જીંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઇ શક્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , જીનલના અંગદાનથી મળેલ બે કિડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે . આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં આઇ બેંકમાં સ્વીકારવામાં આવ્યું. મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે. આમ આ અંગદાનથી કુલ ત્રણ થી ચાર લોકોની જીંદગી આપણે બચાવવામા સફળતા મળશે. તેમજ બે લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 161 અંગદાતાઓ થકી કુલ 520 અંગો તેમજ પાંચ સ્કીનનું દાન મળેલ છે. જેના થકી 504 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં યુવકે તેની પૂર્વ પ્રેમિકાને ન્યૂડ વીડિયો દ્વારા બ્લેકમેઈલ કરતાં ફરિયાદ
Next articleરાજકોટ, દ્વારકા અને જામનગર હાર્ટ એટેકનાં બનાવ