(જી.એન.એસ) તા. 06
અમદાવાદ,
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, જ્યાં દરરોજ હજારો લોકોની સારવાર કરવામાં આવે છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવાઓમાં દર્દીઓ સારવાર બાબતે વાત કરીએતો રોગનું નિદાન અને સારવારમાં નાના થી લઈને મોટા, તમામ વર્ગના લોકો અહિયાં સારવાર માટે આવે છે અને તંદુરસ્ત થઈને જાય છે. હાલના સમયમાં અંગદાનનું મહત્વ કેટલું વધુ છે તેની લોકોને જાણવા મળ્યું છે જેથી અંગદાન ના કારણે કેટલા બધા નિસહાય લોકોને નવું જીવન મળતું હોય છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં 500 થી વધુ અંગોનું દાન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ, એક વ્યક્તિનું લીવર, કિડની અને હૃદય સિવિલને દાનમાં આપવામાં આવ્યું હતું, એમ હોસ્પિટલના એક નિવેદનમાં જણાવાયું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલને આપેલા 155માં દાનમાં 32 વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકરની કિડની, લીવર અને હૃદયનું દાન કરવામાં આવ્યું હતું. ઉપેન્દ્રસિંહ છત્રાલમાં મજૂરી કામ કરતો હતો અને 1 જૂનના રોજ પડી જતાં માથામાં ઈજા થઈ હતી. તેમને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 1 જૂનના રોજ ડોક્ટરોએ તેમને બ્રેઈન-ડેડ જાહેર કર્યા હતા. આ બાબતે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડોકટરોએ તેના પરિવારને અંગદાન અંગે સલાહ આપી હતી અને તેઓ તેના માટે સંમત થયા હતા. હોસ્પિટલના વડા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે કિડની અને લિવર મેડિસિટી ખાતે કિડની હોસ્પિટલની મુલાકાત લેતા દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે, જ્યારે દાન કરાયેલું હૃદય યુએન મહેતા હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સિવિલ ખાતે દાન કરાયેલા અંગોની કુલ સંખ્યા 501 પર પહોંચી ગઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.