Home ગુજરાત અમદાવાદ શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે સબ પોસ્ટ માસ્તરની ઇકોનોમિક અફેન્સ વિંગના અધિકારીઓએ...

અમદાવાદ શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે સબ પોસ્ટ માસ્તરની ઇકોનોમિક અફેન્સ વિંગના અધિકારીઓએ ઘરપકડ કરી

27
0

(જી.એન.એસ),તા.૧૮

અમદાવાદ,

શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે સબ પોસ્ટ માસ્તરની ઇકોનોમિક અફેન્સ વિંગના અધિકારીઓએ ઘરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં એવી વિગતો સામે આવી રહી છે કે ,ખાતેદારોના નાણાંની બારોબાર ઉચાપત કરવામાં આવતી હતી અને તેમાં આ લોકો સામેલ હતા. તેની સાથે પોસ્ટ ઓફિસમાં નાણા રોકાણ અને ખાતેદારો સાથે છેતરપિંડી થઈ હતી. EOW દ્વારા કરવામાં આવેલી તપાસમાં પોસ્ટના કર્મચારીઓ સામેલ હતા. જે આધારે વધુ બેની ધરપકડ કરવામાં આવી છે. EOWના એસીપી મનોજ ચાવડાએ જણાવતા કહ્યું હતું કે, અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બે સબ પોસ્ટ માસ્તર ઉદય કુમાર દેસાઈ અને ધીરેન્દ્ર આત્મારામ નામના બે સબ પોસ્ટ માસ્તરની ધરપકડ કરી છે. આ બંન્ને આરોપીઓ અગાઉ આ ગુનામાં પકડાયેલા મુખ્ય આરોપી તેજસ શાહ અને અન્ય આરોપીઓને રોકાણકારોના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદ ગારી કરતા હોવાનું સામે આવ્યું છે. રોકાણકારોએ પોસ્ટ વિભાગની અલગ અલગ સ્કીમમાં કરેલા રોકાણની પાકતી મુદતે ક્લોઝર પ્રોસિજરમાં રોકાણકારની હાજરીની જરૂર હોય છે. તેમ છતાં પકડાયેલા આરોપીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને રોકાણકારની ગેરહાજરીમાં સ્કીમની ક્લોઝર પ્રોસીજર વેરીફાઈ કર્યા વગર જ કરી દેતા હતા. ચેક તથા વિદ્રોલ ફોર્મમાં સહીઓ વેરીફાઈ નહિ કરી ચેકો પાસ કરાવીને અગાઉ પકડાયેલા આરોપીઓ રોકાણકારોના સેવિગ ખાતામાંથી બારોબાર રૂપિયા મેળવી લેતા હતા. પોલસની તપાસમાં આ બંન્ને આરોપીઓની ભૂમિકા સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા બંને આરોપીઓ જે તે સમયે શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી આરોપી તેજસ શાહના સંપર્કમાં આવ્યા હતા. સમગ્ર કૌભાંડની વાત કરીએ તો આર્થિક ગુના નિવારણ શાખાએ અગાઉ તેજસ શાહ, ગીરા શાહ, માલવ શાહ અને દર્શના ભટ્ટ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓએ પોસ્ટ વિભાગની અલગ અલગ સ્કીમમાં રોકાણકારોના રૂપિયા યેનકેન પ્રકારે મેળવી લેતા હતા. જેમની સામે રૂપિયા 3 કરોડ 97 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. આરોપીઓ પાસેથી પોલીસે પોસ્ટ વિભાગની કેટલીક પાસબુક પણ કબ્જે કરી હતી. હાલમાં પોલીસે પોસ્ટ ઓફિસમાં સર્ચ કરીને કેટલાક કોમ્પ્યુટર પણ કબ્જે કર્યા છે. જેને તપાસ અર્થે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ગુનામાં અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે. પોસ્ટ ઓફિસમાં રોકાણના નામે ઠગાઈ કરનાર પોસ્ટ ઓફિસના 2 કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. તેજસ શાહ એ પોસ્ટ ઓફિસનું કૌભાંડ આચર્યું હતું. શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર ઉદય દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પણ EOW એ તેજસ શાહ સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. તેજસ શાહના પોસ્ટ કૌભાંડ મામલે પોસ્ટ ખાતાના બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા બે સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ કરવામાં આવતા પોસ્ટ વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે. શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર ઉદય દેસાઈ અને સબ પોસ્ટ માસ્ટર ધીરેન્દ્ર પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે. તેજસ શાહે બંને પોસ્ટ માસ્ટરની મદદ ખાતેદારોના નાણાં ચાઉ કર્યા હતા. કોર્ટના આદેશથી EOW દ્વારા શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં સર્ચ કરી મહત્વ પૂર્ણ પુરાવાઓ એકત્ર કર્યા હતા. અન્ય કેટલાક અધિકારીઓની પણ ધરપકડ થાય તેવી શક્યતા પોલીસને છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે ગરમીમાં વધારો
Next articleગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીને ફોટા મૂકીને ગઠિયાએ અલગ અલગ વ્યક્તિઓને મેસેજ કર્યા