Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ શહેર – જિલ્લામાં ૧,૦૫,૫૬૯ મતદારો પ્રથમ વખત મતદાન કરશે

અમદાવાદ શહેર – જિલ્લામાં ૧,૦૫,૫૬૯ મતદારો પ્રથમ વખત મતદાન કરશે

81
0

પ્રથમ વખત મતદાન કરનારની સૌથી વધુ સંખ્યા દસક્રોઈ વિધાનસભા વિસ્તારમાં ૮,૧૦૪ સૌથી ઓછા અસારવા વિધાનસભામાં ૨૮૪૨

યુવા મતદારોમાં ‘મતદાન એ ફરજ’નો ભાવ અને જુસ્સો ઊભો થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર  કાર્યરત :- જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી

(જી.એન.એસ),તા.૨૭

અમદાવાદ,

લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. અમદાવાદ શહેર જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ ૬૦,૩૯,૧૪૫ મતદારો પૈકી ૩૧,૩૩,૨૮૪ પુરુષ અને ૨૯,૦૫,૬૨૨ મહિલાઓ મતદારો છે જ્યારે ૧,૦૫,૫૬૯ મતદારો એવા છે કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. ૧૮થી ૧૯ વર્ષની વય જૂથના આ મતદારોમાં મતદાનનો અનન્ય ઉત્સાહ છે.

અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ ૨૧ વિધાનસભા બેઠકો પૈકી અમદાવાદ પૂર્વમાં પાંચ વિધાનસભા બેઠકોનો, અમદાવાદ પશ્ચિમમાં સાત બેઠકોનો, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાંચ બેઠકોનો, સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં બે બેઠકોનો અને ખેડા જિલ્લાની લોકસભા વિસ્તારમાં બે બેઠકોનો સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ અમદાવાદ શહેર અને જિલ્લાનો વિસ્તાર પાંચ લોકસભા બેઠકોને સમાવે છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રથમ વખત મતદાન કરનારા ૧,૦૫,૫૬૯ મતદારો પૈકી ૬૪,૮૩૯ પુરુષ અને ૪૦,૭૨૭ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે વિરમગામ, સાણંદ અને વેજલપુર વિધાનસભા પૈકી પ્રત્યેકમાં એક એક એમ કુલ ૩ મતદારો થર્ડ જેન્ડર છે.

દસક્રોઈ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૮,૧૦૪ અને અસારવામાં સૌથી ઓછા ૨૮૪૨ મતદારો પ્રથમ વખત મતદાન કરનારા મતદારો છે.

દસક્રોઈ ઉપરાંત સાણંદ, ઘાટલોડિયા, વટવા અને ધોળકા  વિધાનસભા વિસ્તારમાં સાત હજારથી વધુ મતદારો એવા છે કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.

અન્ય વિધાનસભા વિસ્તારની વિગત જોઈએ તો વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ૭,૫૫૧, સાણંદ વિધાનસભા વિસ્તારમાં ૭,૧૬૬, ઘાટલોડિયામાં ૭,૧૯૫,  વેજલપુરમાં ૬,૬૯૫, વટવામાં ૭,૧૬૧,  એલિસબ્રિજમાં ૩,૭૪૫, નારણપુરામાં ૩,૦૬૯,  નિકોલમાં ૪,૦૬૪, નરોડામાં ૪,૨૮૬,  ઠક્કરબાપાનગરમાં ૩,૮૨૨  બાપુનગરમાં ૩,૪૩૫, અમરાઈવાડીમાં ૩,૯૦૭, દરિયાપુરમાં ૩,૬૫૧, જમાલપુર-ખાડિયામાં ૩,૪૦૯,  મણિનગરમાં ૪,૧૮૬,  દાણીલીમડામાં ૩,૮૩૭, સાબરમતીમાં ૪,૨૭૮, ધોળકામાં ૬,૧૫૮, અને ધંધુકા વિધાનસભા વિસ્તારમાં ૭,૦૦૮ યુવા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે.

અમદાવાદ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડી.કે.એ જણાવ્યું છે કે શહેર-જિલ્લામાં પ્રથમ વખત મતદાન કરનારા મતદારો તરફ પણ વિશેષ ધ્યાન અપાયું છે.  ૧૮થી ૧૯ વર્ષની વયજૂથ ઉપરાંતના યુવા મતદારોમાં ‘મતદાન એ ફરજ’નો ભાવ અને જુસ્સો ઊભો થાય, તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર  કાર્યરત છે, એમ તેમણે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅદાણી પોર્ટે શાપૂરજી પલોનજી ગ્રૂપ પાસેથી ગોપાલપુર પોર્ટ રૂ. 3350 કરોડમાં ખરીદ્યું
Next articleનાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવા મુખ્ય નિર્વાચન અધિકારીએ કર્યો અનુરોધ