(જી.એન.એસ) તા. 18
અમદાવાદ,
શહેર પોલીસને એક હત્યાનો ગુનો ઉકેલવામાં સફળતા મળી છે, અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યા કેસમાં આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ સમગ્ર મામલે આરોપીઓની તપાસ કરતાં સામે આવ્યું કે આરોપી અને મૃતકને એકબીજા સાથે કોઈ લેવાદેવા ન હતા. મૃતકના મિત્રના ભત્રીજાને આરોપીઓ સાથે બોલા ચાલી થઈ હતી. જેમાં મિત્રની મદદ કરવા માટે ગયેલા યુવકને છરી મારી આરોપીઓએ મોતને ઘાટ ઉતાર્યો હતો.
શહેર કોટડા પોલીસ દ્વારા રાજ પટણી, જનક પટણી અને પૂનમ પટણી નામનાં 3 આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણે આરોપીઓ પિતા પુત્રો છે અને તેઓએ ભેગા મળીને એક યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો 15 જુલાઈ 2024 ના રોજ સાંજના 7:00 વાગે આસપાસ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સરસપુરમાં જજ સાહેબની ચાલી પાસે વખાપુરાના છાપરા ખાતે સમગ્ર બનાવ બન્યો હતો. કમલેશ પટણી, ભાવેશ સપકે તેમજ ધર્મપાલ તેસરે નામના ત્રણે મિત્રો સરસપુર એક સાથે નોકરી કરતા હોય વિસ્તારમાં હતા, ત્યારે દરમિયાન કમલેશ પટણીને તેના ભત્રીજા સુમિતનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે પૂનમ પટણી તેમજ રાજ પટણી અને જનક પટણી તેની સાથે ઘર બહાર રમવા બાબતે ઝઘડો કરી રહ્યા છે. જેની જાણ થતા ત્રણેય મિત્રો સરસપુર ખાતે પહોંચ્યા હતા અને જે સમયે ત્યાં હાજર ત્રણેય આરોપીઓએ મારામારી કરી હતી. મારામારી દરમિયાન રાજન ઉર્ફે છોટુએ તેની પાસે રહેલા છરાથી ભાવેશ પર હુમલો કરતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી, તેમજ પૂનમ પટણીએ કમલેશ પટણીને માથામાં કડું મારતા તેને પણ ઇજાઓ થઈ હતી. જે મામલે મૃતકની માતા કુંદનબેન સપકે દ્વારા શહેર કોટડામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટના બાદ ગુનામાં સામેલ પેટા પુત્ર ત્રણે સરસપુરમાંથી ફરાર થઈ ગયા હતા, જેઓને પકડવા માટે શહેર કોટડા પોલીસની ટીમે અલગ અલગ દિશામાં તપાસ કરી હતી તેવામાં પોલીસને આરોપીઓ પાટણમાં સંતાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પાટણ પોલીસની મદદથી ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ ગુનામાં ઝડપાયેલા એક આરોપી સામે અગાઉ પણ મારામારીના બે ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેવામાં શહેરકોટડા પોલીસે પકડાયેલા આરોપીઓની વધુ તપાસ અને હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.