Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવનિર્મિત અટલ બ્રીજની ટિકિટમાં થયો વધારો

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવનિર્મિત અટલ બ્રીજની ટિકિટમાં થયો વધારો

39
0

ગુજરાતના અમદાવાદ શહેરના નવા આકર્ષણ ‘અટલ બ્રિજ’ની મુલાકાત માટે ટિકિટના દર જાહેર કરી દેવામાં આવ્યા છે. મુલાકાતીઓ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની સંયુક્ત – કોમ્બો ટિકિટ પણ લઇ શકશે.

સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવનિર્મિત “અટલ બ્રીજ”નું વડાપ્રધાન પીએમ મોદી દ્વારા તા:૨૭/૦૮/૨૦૨૨ના રોજ લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ. તારીખ ૨૮/૦૮/૨૦૨૨ના રોજ નાગિરકોએ ખુબ મોટી સખ્યામા આ બ્રિજની મુલાકાત લીધી હતી. આથી મલાકાતીઓની ભીડને નિયંત્રિત કરી શકાય તેમજ નાગિરકોની સલામતી અને હિતને ધ્યાને લેતાં તા:૩૧/૦૮/૨૦૨૨ના રોજથી અટલ બ્રિજની મુલાકાત માટે ટિકિટના દર નક્કી કરવાનું ઠરાવવામાં આવેલ છે.

નોંધનીય છે કે, અમદાવાદ સાબરમતી નદી ઉપર એલિસબ્રિજ તથા સરદારબ્રિજની વચ્ચે રુ. 74 કરોડના ખર્ચે અટલ બ્રિજ તૈયાર કરાયો છે. 2600 મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત બનાવી વુડન ફ્લોરીંગ, ગ્રેનાઈટ ફ્લોરીંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલઈડી લાઈટીંગ છે. જો કે આ વિશેષતાની તમને ખબર છે, પરંતુ હવે મહત્વનું છે કે અટલ બ્રિજ બનાવ્યો છે તો જાળવણી કરવી પણ આપણે સૌ નાગરિકોની ફરજ છે.

મુલાકાતીઓ અટલ બ્રિજ અને ફ્લાવર પાકની સંયુક્ત – કોમ્બો(Combo) ટિકિટ મેળવી શકે તેવી સુવિધા પણ રાખવામાં આવેલ છે.

  1. અટલ બ્રિજમાં મલાકાતીઓનો પ્રવેશ સવારે 9.00 ક્લાકથી રાત્રીના 09:00 ક્લાક સુધી રહેશે.
  2. મુલાકાતીઓને પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમીનાડથી જ પ્રવેશ આપવામાં આવશે. લોઅર પ્રોમીનાડથી મલાકાતીઓ એક્ઝીટ થઈ શકાશે.
  3. બ્રિજ પર કોઈપણ મલાકાતી 30 મિનિટથી વધુ રોકાઈ શકશે નહી.
  4. પાલતુ પ્રાણીઓ સાથે બ્રિજમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે.
  5. કોઈપણ પ્રકારના ઘરેથી લાવેલા ખોરાકને બ્રિજમાં લઈ જવાની મંજૂરી નથી.
  6. કોઈપણ પ્રકારના ગટખા , પાન-મસાલા, કેફી દ્રવ્ય બ્રિજ પર લઈ જવાની સખ્ત મનાઈ છે.
  7. કોઈપણ પ્રકારનું ધમ્રપાન નિષેધ છે.
  8. મુલાકાતીઓએ કચરો ડસ્ટબીનમાં જ નાખીને બ્રિજની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહભાગી બનવું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ મામલે સચિન બિશ્નોઈ થાપનની અઝરબૈજાનથી થઇ ધરપકડ
Next articleપાકિસ્તાનને મારી નાખશે આ મોંઘવારી! : શું માનવામાં આવે ખરા કે ટામેટાં 500 અને ડુંગળી 400 રૂપિયા કિલો