Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ લોકસભા બેઠક વિસ્તારોમાં સભા/સરઘસ/રેલીની પરવાનગી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત

અમદાવાદ લોકસભા બેઠક વિસ્તારોમાં સભા/સરઘસ/રેલીની પરવાનગી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત

83
0

રાજકીય પક્ષોને પ્રચાર ઝુંબેશ માટે વાહનોના ઉપયોગ કરવાની પરવાનગી પૂરી પાડશે સિંગલ વિન્ડો સિસ્ટમ

સભા/સરઘસ/રેલી માટે કુલ ૧૮ અરજીઓ, ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ અંગેની ૦૪ અરજીઓ, ચૂંટણી પ્રચાર અંગેના હોર્ડિંગ્સની ૪૩ અરજીઓ પ્રોસેસ કરીને પરવાનગી આપવામાં આવી

(જી.એન.એસ),તા.૦૨

અમદાવાદ,

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન પૂર્ણ થાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કક્ષાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજનપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ જિલ્લાના લોકસભા બેઠક વિસ્તારોમાં રાજકીય પક્ષોને જાહેર સભા/સરઘસ/રેલીઓનું આયોજન,  લાઉડસ્પીકરના ઉપયોગ અંગે પરવાનગી આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સિંગલ વિન્ડો સિસ્ટમમાંથી જ રાજકીય પક્ષોને પ્રચાર ઝુંબેશ માટે વાહનોના ઉપયોગ કરવાની તથા બિન-વાણિજિયક/દૂરસ્થ/અનિયંત્રિત એરપોર્ટ/હેલિપેડનો ઉપયોગ પરવાનગી પણ પૂરી પાડવામાં આવશે.

સિંગલ વિન્ડો સિસ્ટમ અંગે મીડિયાના માધ્યમથી વિગતો રજૂ કરતાં ડેપ્યૂટી કલેક્ટર સુશ્રી રિદ્ધિ શુક્લે જણાવ્યું કે, અત્યાર સુધી સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા જિલ્લામાં સભા/સરઘસ/રેલી માટે કુલ ૧૮ અરજીઓ, ચૂંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ અંગેની ૦૪ અરજીઓ, ચૂંટણી પ્રચાર અંગેના હોર્ડિંગ્સની ૪૩ અરજીઓ પ્રોસેસ કરીને પરવાનગી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પરવાનગી મેળવવા માંગતા રાજકીય પક્ષો/ઉમેદવારોએ કાર્યક્રમના ઓછામાં ઓછા ૪૮ કલાક પહેલા અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્થાપવામાં આવેલા સિંગલ વિન્ડો સિસ્ટમની કચેરી ખાતે નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે. એકથી વધુ કાર્યક્રમ (EVENT) માટે અલગ અલગ અરજી કરવાની રહેશે તેમજ તે અરજીની કુલ-૩ (ત્રણ) નકલ આપવાની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field