(જી.એન.એસ),તા.૧૩
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2, મોટેરાથી મહાત્મા મંદિર અને જી.એન.એલ.યુ. થી ગિફ્ટ સિટી, 2024 સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસમાં, GMRC એ ગઈ કાલે ગાંધીનગરના Ch-0 સર્કલ ખાતે કમ્પોઝીટ ગર્ડર ઇરેક્ટ કરવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.
કમ્પોઝીટ ગર્ડર ઇરેકશનની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે: –
• કમ્પોઝીટ ગર્ડર ની લંબાઈ – 47 મીટર
• કમ્પોઝીટ ગર્ડર્સનું વજન – 300 MT
• એક ક્રેન 500 MT વજન સુરક્ષિત રીતે ઉપાડી શકે તેવી બે ક્રેનનો ઉપયોગ કર્યો
• કમ્પોઝીટ ગર્ડર ઇરેકશન પૂર્ણ કરવા માટેનો સમય 36 કલાક હતો જો કે ઓપરેશન નિર્ધારિત સમય કરતાં 12 કલાક વહેલું પૂરું થયું હતું.
• આ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-II માં સૌથી લાંબો કમ્પોઝીટ ગર્ડર સ્પાન છે તેથી ક્રેનોનો ઉપયોગ કરીને અનેક શિફ્ટીંગ કરીને મહત્વનું જંકશન CH-0 સર્કલ પર ટ્રાફિકને અસર કર્યા વિના પ્રતિબંધિત જગ્યામાં કમ્પોઝીટ ગર્ડરનું લિફ્ટિંગ કરવામાં આવ્યું હતું.
• અધિકારીઓની યોગ્ય પરવાનગીઓ પછી, અત્યંત સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપન સાથે હાઇવે પર કાર્ય કરવામાં આવ્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.