Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચકાસણી...

અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચકાસણી કરવામાં આવી

28
0

(જી.એન.એસ) તા. 3

અમદાવાદ,

અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરની 559 જેટલી શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ દરમિયાન શહેરની 4 શાળાઓ પાસે ફાયર એનઓસી ન હોવાનુ ધ્યાને આવ્યુ છે. તેમજ ધાબા પર શેડ બનાવી બાળકોને અભ્યાસ કરાવતી શાળાઓ પણ ધ્યાનમાં આવી છે. ફાયર એનઓસી ન ધરાવતી બે શાળાઓને સીલ કરવામાં આવી છે. જેમા મણિનગરની નેલ્સન સ્કૂલ અને જય અંબે સ્કૂલને સીલ કરાઈ છે. આ બંને શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

મણિનગર ખાતે આવીલે નેલ્સન સ્કૂલ સીલ કરી છે. ફાયર એનઓસી ના હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી. ફાયર NOCનો અભાવ અને સ્કૂલ પણ જર્જરિત હોવાનું ખુલ્યું છે. શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા સ્કૂલ સીલ થતા મુશ્કેલી. સ્કૂલમાં 800 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફાયર એનઓસી અને જરૂરી પ્રમાણપત્ર રજૂ કર્યા બાદ સીલ ખોલાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસ: બે દિવસની પૂછપરછ બાદ આરએમસી ના ટી પી ઓ સાગઠિયા અને ડે. ઈજનેર મકવાણાને સસ્પેન્ડ કરાયા
Next articleતા.4 જૂનના રોજ યોજાશે દેશની લોકસભા સામાન્ય ચૂંટણી- 2024ની મતગણતરી