(જી.એન.એસ) તા.૧૦
અમદાવાદ,
‘પ્રશ્નબેંક’ થકી વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષાની તૈયારી કરી શકશે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને અને શૈક્ષણિક સંકલન સમિતિ, અમદાવાદ શહેરના સંયુક્ત ઉપક્રમે ‘સંપર્ક સેતુ’ એપ્લિકેશનું લૉન્ચિંગ તેમજ ‘પ્રશ્નબેંક-૨૦૨૫’નું ૧૦ ડિસેમ્બર, મંગળવારના રોજ વિમોચન કરવામાં આવ્યું છે. આ ‘સંપર્ક સેતુ’ એપ્લિકેશન શાળાઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતને જોડતી કડીરૂપ બની રહેશે. આ શૈક્ષણિક એપના ઉપયોગથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ શાળાઓના સરનામાં અને ગૂગલ મેપિંગ લોકેશન તેમજ આચાર્યશ્રી તેમજ સંચાલકશ્રીનો સંપર્ક નંબર તેમજ ઈ-મેઈલ એડ્રેસ મેળવી શકશે. આ એપ્લિકેશનના માધ્યમથી અમદાવાદ શહેરમાં યોજાનાર પરીક્ષાઓ દરમ્યાન અમદાવાદ શહેરના કે અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને સરળતાથી શાળાનું સરનામુ તેમજ ગૂગલ મેપિંગ લોકેશનથી સરળતાથી વિદ્યાર્થી પરીક્ષા સ્થળ પર પહોંચી શકે, તેવી સુવિધા ‘સંપર્ક સેતુ’ એપ્લીકેશનના માધ્યમથી મળી રહેશે. આમ, આ એપ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.સંપર્ક સેતુ એપ્લિકેશનના માધ્યમથી અમદાવાદ શહેરની અંદાજિત ૨૦૦૦ જેટલી શાળાઓને જોડતી કડીરૂપ જુદી જુદી શાળાઓના એકબીજા સાથેના સંપર્ક કોન્ટેક નંબર ગૂગલ મેપિંગ લોકેશન એડ્રેસ ઇમેલ વગેરે પ્રાપ્ત થાય છે, જેથી વિદ્યાર્થીઓ વાલીઓને શિક્ષણ જગત એકબીજા સાથે સંપર્ક સેતુની જેમ જોડાયેલું રહેશે.આ પ્રસંગે ‘પ્રશ્નબેંક-૨૦૨૫’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. ‘પ્રશ્નબેંક-૨૦૨૫’ની વાત કરીએ તો, આ પ્રશ્નબેંક અમદાવાદ શહેરના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી છે.આ ‘પ્રશ્નબેંક-૨૦૨૫’માં ધોરણ-૧૦ના કુલ ૬ (છ) વિષયો, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ૫ (પાંચ) વિષયો અને ધોરણ-૧૨ સામાન્યપ્રવાહના ૮ (આઠ) વિષયોના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને બે-બે વિષયવાર મોડેલ પ્રશ્નપત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રશ્ન બેંકને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાતના મોટાભાગના તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થયેલી. આ વર્ષે નવા પરિરૂપ સાથે અમદાવાદ શહેરના અનુભવી શિક્ષકો દ્વારા ધોરણ 10ના મુખ્ય છ વિષય ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પાંચ વિષય અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના આઠ વિષયો એમ કુલ મળીને 19 વિષયોમાં વિભાગ વાઇઝ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલી છે. સાથે દરેક વિષયમાં બે સ્પેસિમેન્ટ ક્વેશ્ચન પેપર પણ મૂકવામાં આવ્યા છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ડિજિટલ સ્વરૂપે લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચી જઈ અનુભવી શિક્ષકોના અનુભવનો લાભ આપવા માટેનો આ પ્રયાસ છે. આમ, આ પ્રશ્નબેંક વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અમદાવાદ શહેરની યુટ્યૂબ ચેનલના માધ્યમથી પ્રશ્ન બેંક સોલ્યુશન્સના વિડિયો પણ ગત વર્ષે ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, જે ચાલુ વર્ષે પણ સબ્જેક્ટ એક્સપર્ટ ટિપ્સ સાથે પરીક્ષા સુધી આપવામાં આવશે. આ યુટ્યૂબ ચેનલની લિંક સંપર્ક સેતુ એપમાં પણ આપેલી છે અને ડાયરેક્ટલી યુટ્યૂબ ચેનલમાં સર્ચ કરીને પણ મેળવી શકાશે, એવું જિલ્લા શિક્ષણાધિકારી (શહેર) શ્રી રોહિત ચૌધરી દ્વારા જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.