Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ જિલ્લા મહેસૂલી અધિકારીશ્રીઓ અને કર્મચારીઓશ્રી માટે ટાગોર હૉલ ખાતે તાલીમ યોજાઈ

અમદાવાદ જિલ્લા મહેસૂલી અધિકારીશ્રીઓ અને કર્મચારીઓશ્રી માટે ટાગોર હૉલ ખાતે તાલીમ યોજાઈ

7
0

(જી.એન.એસ) તા.૧૮

અમદાવાદ,

અમદાવાદના ટાગોર હૉલ ખાતે અમદાવાદના જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લના મહેસૂલી અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓનો બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.એ તાલીમના સહભાગીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યોજાઈ ગયેલી ચિંતન શિબિરમાં તાલીમની જરૂરિયાત ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં તમામ લેવલની તાલીમનું આયોજન કરવામાં આવે છે. તાલીમ અધિકારીઓ માટે એક ‘ટ્રિગરિંગ સેશન’નું કામ કરે છે. તાલીમ અધિકારીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ અને આવડતને પારખવાનું કામ કરે છે. વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, સરકારની ઈમેજ સરકારમાં રહેલા અધિકારીઓ દ્વારા બને છે. જિલ્લાની કલેકટર કચેરી, પ્રાંત કચેરી, અને મામલતદારની કચેરી દ્વારા સરકારની સારી ઈમેજ ઊભી કરવાનું કામ થાય છે, એવું તેમણે ઉમેર્યું હતું.કલેકટરશ્રીએ સૌ અધિકારીઓને બે દિવસીય તાલીમ માટે શુભેચ્છા પાઠવી હતી.મહેસૂલ વિભાગના તજ્જ્ઞો દ્વારા આજથી શરૂ થયેલ આ બે દિવસીય તાલીમમાં અધિકારીશ્રીઓ/કર્મચારીઓને જમીન અને મહેસૂલના વહીવટનો ઇતિહાસ, જમીનના વહીવટ અંગેના કાયદા અને મહેસૂલી અધિકારીશ્રીઓની સત્તાઓ તથા જવાબદારીઓ, હક્કપત્રક (રેકર્ડ ઓફ રાઈટ) અદ્યતન રાખવાની કામગીરી અને જવાબદારી, મહેસૂલી કેસો, તકરારી, અપીલ, રીવીજન, કાર્યપદ્ધતિ, સરકારી/ ગૌચર /સાર્વજનિક જાહેર જમીનોની જાળવણી, ખાતેદારો, નાગરિકો દ્વારા જમીન મહેસૂલના વિવિધ કાયદાઓના ભંગના/શરતભંગના કેસો, સર્વે અને માપણી વિભાગની કામગીરી, સીટી સર્વે કચેરીઓની કામગીરી, ઈ-સરકાર, ગુજરાતનો ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો, 1948 તથા અન્ય સુધારા, ઈ-ધરા, IRCMS, IORA અને અન્ય પોર્ટલ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા.ઉપરોક્ત તાલીમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવિન સાગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વાય. પી. ઠક્કર, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ કલેકટરશ્રીઓ સહિત મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field