Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાંગ્લાદેશીની બે અલગ અલગ પાસપોર્ટ સાથે ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાંગ્લાદેશીની બે અલગ અલગ પાસપોર્ટ સાથે ધરપકડ કરી

56
0

બાંગ્લાદેશમાંથી યુવતીઓ બોલાવી દેહવ્યાપારનો ધંધો પણ કરાવતો હોવાનું સામે આવ્યું

(જી.એન.એસ),તા.૨૯

અમદાવાદ,

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે એક બાંગ્લાદેશીની બે અલગ અલગ પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. આરોપી બાંગ્લાદેશથી વર્ષ 2001માં ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાંથી યુવતીઓ બોલાવી દેહવ્યાપારનો ધંધો પણ કરાવતો હોવાનું સામે આવ્યું છે.  અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ મોહંમદલાભુ મોહંમદ ખલીલ સરદાર છે. જે મૂળ બાંગ્લાદેશી છે, પણ વર્ષ 2001થી ગુજરાતમાં ગેરકયદેસર વસવાટ કરે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાંગ્લાદેશી મોહંમદ લાભુ મોહંમદ ખલીલ સરદારની બે પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. જેમાં એક પાસપોર્ટ ભારતનો છે અને બીજો પાસપોર્ટ બાંગ્લાદેશનો છે. આરોપી બાંગ્લાદેશ મોહંમદ લાભુ મોહંમદ ખલીલ સરદાર નકલી પુરાવાના આધારે ભારતનો પાસપોર્ટ બનાવ્યો છે અને આરોપી 2001થી ભારતમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.  આરોપી બાંગ્લાદેશથી યુવતીઓ મંગાવી દેહ વેપારનો ધંધો ચલાવતો હતો. આરોપી મૂળ બાંગ્લાદેશનો છે અને 2001માં ગેરકાયદેસર રીતે ગુજરાત આવી ગયો હતો. આરોપીએ 12 વર્ષ પહેલા સરદારનગરના રહેવાસી રમેશ મારફતે ખોટું ચૂંટણી કાર્ડ 3000 હજાર આપીને બનાવેલ અને ત્યાં બાદ આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવી અને ત્યાર બાદ 2015માં ભારતનો પાસપોર્ટ બનાવ્યો હતો. આરોપી વર્ષ 2001થી ગુજરાતમાં છે ત્યારે અત્યાર સુધીમાં બે વખત નકલી નકલી ચૂંટણી કાર્ડથી બે વખત મતદાન પણ કરી ચુક્યો છે. 

આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આજથી બારેક વર્ષ પહેલા કુબેરનગર સંતોષીનગર ખાતે રહેતા રમેશભાઈ નામની વ્યક્તિ મારફતે સંતોષીનગર, કુબેરનગર, સરદારનગરના એડ્રેસ વાળુ ચૂંટણી કાર્ડ બનાવડાવી તેના પરથી આધાર કાર્ડ બનાવડાવેલ વર્ષ 2015માં ગુલબાઇ ટેકરા પાસપોર્ટ ઓફીસ અરજી કરી પાસપોર્ટ મેળવેલ. આ દરમ્યાન પોતાના ઓળખીતા રોબીયલભાઇ મલેશીયા રહેતા તેની પાસે જયને પોતાને પણ મલેશીયા મજુરી કામ માટે જવું હતું ત્યારે આરોપી પાસેથી એક લિવિંગ સર્ટી પણ મળી આવ્યું છે જેનો ઉપયોગ પણ બનાવટી પાસપોર્ટ બનવામાં ઉપયોગ કર્યો હતો જે લિવિંગ સર્ટી રોબીયલ ભાઇ ને વાત કરતા તેણે તેના સાળા રફીક ઉલ્લા મારફતે એજન્ટ હોમાયત પાસેથી કોલકાતા ખાતેથી બનાવ્યું હતું ત્યારે પોલીસ વધુ તપાસ આ સામે આવ્યું છે કે આરોપી એ અહીંયા પણ એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે જે લગ્નથી તેને ત્રણ બાળકો છે અને બાંગ્લાદેશમાં પણ એક લગ્ન કર્યા છે જે લગ્નથી તેને બે બાળકો છે. આરોપી અહીંયાથી બાંગ્લાદેશ પૈસા પણ મોકલતો હતો. આરોપી મોહમ્મદ લાભુ મોહંમદ ખલીલ સરદાર અત્યાર સુધીમાં ચાર વખત ભારત આવ્યા બાદ બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરીને જઈને પરત આવી ચુક્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ તપાસ શરુ કઈ છે કે આરોપી કોઈ ગેરકાયદેસર પ્રવુતિ સાથે જોડાયેલા છે કે કેમ અને આરોપીના માધ્યમથી અન્ય કોણે કોણે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત
Next articleઅમદાવાદ એરપોર્ટથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થશે